સ્વામી વસુદેવાનંદજીની 106 મી પુણ્યતિથિએ તીર્થભૂમિ તિલકવાડાં અને ગરૂડેશ્વરમાં યોજાનાર દરેક કાર્યક્રમ રદ…

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

નર્મદા નદીના કિનારે આવેલ તિલકવાડાં અને ગરુડેશ્વર ખાતે વર્ષોથી પરંપરા મુજબ યોજાતા સ્વામી વસુદેવાનંદ સરસ્વતી મહારાજની પુણ્યતિથિના તમામ કાર્યક્રમો કોરોનાની મહામારીનો જોતા પહેલીવાર રદ કરવામાં આવ્યા છે
તિલકવાડાં અને ગરૂડેશ્વર ખાતે તપોભૂમિ બનાવનાર અને ટેમ્બે સ્વામી તરીકે ઓરખાતા સ્વામી વસુદેવાનંદ સરસ્વતી મહારાજની પુણ્યતિથિએ ગુજરાત,મહારાષ્ટ્ર, રાજસ્થાન, મઘ્ય પ્રદેશ તેમજ દક્ષિણ ભારતથી હજારો ભક્તો આવતા હોય છે. આજ રીતે અનેક યાત્રા સંઘો પગપાડા ગરૂડેશ્વર તેમજ તિલકવાડાં આવતા હોય છે પુણ્ય તિથિ નિમિતે સવાર સાંજ પાલખી યાત્રા, સમૂહ પાઠ, ભંડારો તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે.
પરંતુ આ વખતે કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખીને તિલકવાડાં અને ગરૂડેશ્વર ખાતે આજ રોજ (22/6) યોજાનારી સ્વામી વસુદેવાનંદ સરસ્વતી મહારાજની 106 મી પુણ્ય તિથિ નિમિતે યોજાનાર તમામ કાર્યક્રમો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને કાયદાનું પાલન કરીને સોસિયલ ડિસ્ટન્સ જાળવીને માત્ર નજીવી સંખ્યામાં ભક્તો આવીને રીતિ રિવાજ મુજબ ભગવાનના દર્શન કરીને સ્વામી વસુદેવાનંદ સરસ્વતી મહારાજને પુરી દુનિયામાંથી કોરોનાનો નાશ થાય અને દરેક લોકો સામાન્ય જીવન જીવે એવી પ્રાર્થના કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here