સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ નાઅંતર્ગત ભાગ્યોદય યુવા વિકાસ મંડળ વેજલપુર અને યુવા વિકાસ ટ્રસ્ટ ખારોલ ના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન યોજાયું

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના વેજલપુર ગામે બજારમાં આવેલી જૂની સીટી સર્વે ઓફિસ પાસે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના સ્વચ્છતા ના અભિયાન ના ભાગરૂપે યુવા વિકાસ ટ્રસ્ટ ખારોલ અને ભાગ્યોદય યુવા વિકાસ મંડળ વેજલપુર દ્વારા સ્વચ્છતા અભિયાન નું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેના ભાગરૂપે યુવા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ બી એન શાહ અને ભાગ્યોદય યુવા વિકાસ મંડળ વેજલપુર ના પ્રમુખ યોગેશકુમાર કાછિયા. વેજલપુરના અગ્રણી ભરતભાઈ સોની. યોગેશભાઈ સુથાર. સુજલ ભાઈ ભોઈ. બડેલાલ ચૌહાણ અન્ય યુવા મિત્રો અગ્રણીઓ હાજર રહી સ્વચ્છતા અભિયાનની સફળ બનાવયો હતો આવ્યા વડાપ્રધાન શ્રીનરેન્દ્ર ભાઈ મોદીના સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા બદલ સાર્વનો ભાગ્યોદય યુવા વિકાસ મંડળ વેજલપુર અને પ્રમુખ યોગેશ કાછિયાએ આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here