સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને કોરોના મુક્ત રાખવા સ્ટેચ્યુના અધિકારીઓ સજ્જ બન્યા..

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

સ્ટેચ્યુ ઓફ યુનિટી કર્મચારીઓને આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા મુખ્ય વહીવટદારશ્રી મનોજ કોઠારીએ કર્યોફ આદેશ

હાલ વિશ્વભરમાં નોવેલ કોરોના( covid 19) વાઇરસ મહામારી બન્યો છે.ત્યારે કેન્દ્ર સરકારે ભારતના પ્રજાજનો માટે આરોગ્ય સેતુ એપ્લિકેશન કાર્યરત કરી છે.જે એપ્લિકેશન મોબાઈલમાં ડાઉનલોડ કર્યા બાદ કોરોના પોઝીટીવ દર્દી આજુબાજુમાં હોય તો એલર્ટ આપવામાં આવે છે,તદુપરાંત કોરોના વાઇરસથી બચવા માટે ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રીય લોકડાઉનને લઈને બંધ રખાયું છે,ગુજરાત સરકારનાં સામાન્ય વહીવટ વિભાગનાં તા. ૧૬/૦૪/૨૦૨૦નાં આદેશ મુજબ 33% સ્ટાફ સાથે કચેરી ચાલુ રાખવાના આદેશ પ્રમાણે ઓફિસ સ્ટાફને નોકરી માટે બોલાવાય છે.તો યુનિટી પરિસરમાં ફરજ બજાવતા ફિલ્ડ સ્ટાફ જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સંલગ્ન તમામ સિક્યોરિટી એજન્સી અને લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ( L&T) હસ્તકનો મેઇન્ટેનન્સ તેમજ ઓપરેશન સ્ટાફ સિફટવાઇઝ નોકરી આવે છે.આ સ્ટાફમાં જાગૃતિ ફેલાય અને તેઓ પોતાના રહેણાંક વિસ્તારમાં કે નોકરી સ્થળે કોક સંક્રમિત વ્યક્તિનાં સંપર્કમાં ન આવે તે માટે સાવચેતીના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહીવટદાર શ્રી મનોજ કોઠારીએ તમામ કર્મચારીઓને પોતાના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા આદેશ કર્યો છે.

આ અંગે વધુ માહિતી આપતા નાયબ મુખ્ય વહીવટદારશ્રી નીલેશ દુબે એ જણાવ્યું હતું કે, કોરોના સામેની લડતમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન એક મહત્વનું હથિયાર સાબિત થયું છે,જેનાથી આજુબાજુમાં સંક્રમિત વ્યક્તિ હોય તો તેની જાણ થાય છે અને કોરોનાથી બચવાનાં ઉપાયો પણ આ એપ્લિકેશનમાં બતાવવામાં આવ્યા છે.જેથી મુખ્ય વહીવટદારશ્રીનાં આદેશ મુજબ તમામને એપ્લિકેશન ડાઉનલોડ કરવા આદેશ આપવામાં આવ્યો છે.તો આ આદેશ તમામ ઓફિસ સ્ટાફ અને ફિલ્ડ સ્ટાફને લાગુ પડશે.

ઉલ્લેખનીય છે કે,રાજય સરકાર તરફથી મળેલ આદેશ મુજબ કચેરી ચાલુ કરતા પહેલા સેનેટાઈઝેશન કરવામાં આવ્યું છે,અને નોકરી સમયે કર્મચારીઓ વચ્ચે સામાજિક અંતર જળવાઈ રહે તે માટે ખાસ નિર્દેશો જાહેર કરાયા છે,તો ઠેર ઠેર હેન્ડ સેનેટાઇઝરની વ્યવસ્થા પણ ઉભી કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here