રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ
અચાનક બેકફૂટ પર આવી સરકારે ફેન્સીંગની કામગીરી બંધ કરાવી
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના અસરગ્રસ્ત આદિવાસી ઓના 6 ગામમાં આદિવાસીઓની જમીનોને ફરતે ફેન્સીંગ કરવાની સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા થતી કામગીરીમા સરકારે પીછેહઠ કરી અચાનક જ ફેન્સીંગની કામગીરી બંધ કરાવી હોવાનું જાણવા મળ્યુ છે.
સરદાર સરોવર નર્મદા ડેમના અસરગ્રસ્ત આદિવાસી ઓનો મુદ્દો એક પેચીદો પશ્ર બની રહ્યો છે. નિગમ દ્વારા 1965 મા કેવડીયા પંથકમાં આવેલા આદિવાસીઓના 6 ગામની જમીનો સંપાદિત કરવામાં આવેલ, આ વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ નિર્માણ થતાં વિવિધ પ્રોજેક્ટો માટે સરકારને જમીનોની જરૂર હોયને આ 6 અસરગ્રસ્ત ગામની જમીન ફરતે ફેન્સીંગ કરવાની સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા કામગીરી શરું કરાતા મામલો બિચકયો હતો. નિગમ દ્વારા થતી ફેન્સીંગની કાર્યવાહી સામે ભારે વિરોધ પ્રદર્શનો થયાં હતાં, કોગ્રેસના 8 આદિવાસી ધારાસભ્યો અસરગ્રસ્તોની વહારે આવ્યા હતા અને ધરપકડો વહોરી સરકારની આદિવાસીઓને રંજાડવાની નીતિનો વિરોધ કર્યો હતો.
રાજ્યના પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અસરગ્રસ્તોની મુલાકાતે આવ્યા હતા તેમને પણ આદિવાસી સમાજને જમીનો વિહોણો ન કરવા સરકારને અપીલ કરી હતી.
BTP ના આદિવાસી ધારાસભ્યો છોટુભાઈ વસાવા તેમના પુત્ર મહેશ વસાવા સહિત આદિવાસીઓના અનેક સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો.
ત્યારે અચાનક જ નિગમ દ્વારા થતી ફેન્સીંગની કામગીરી આજથી જ બંધ કરી દેવામાં આવેલ છે. જેને વધતા જતા વિરોધ વચ્ચે સરકારને બેકફૂટ પર આવવાની ફરજ પડી હોવાનું મનાઇ રહયું છે.
સમગ્ર મામલે હવે સરકાર અને આદિવાસી અસરગ્રસ્તો સાથે સમાધાનકારી વલણ અપનાવવાની દિશામાં આગળ વધવામાં આવસે, અને સમાધાનકારી ફોર્મ્યુલા અમલમાં લાવવામાં આવેની શક્યતાઓને હાલ નકારી શકાય તેમ નથી.