સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના આદિવાસીઓ જમીન વિવાદને લઈને આત્મવિલોપન માટે તત્પર બન્યા

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

કેવડિયા ફેન્સિગ મુદ્દે આદિવાસીઓનો ભારે વિરોધ…કેવડિયાના આદિવાસી આધેડનો આત્મહત્યાનો પ્રયાસ

સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ફેનસિંગની કામગીરી દરમિયાન ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો

કેવડીયા ગામ ખાતે જમીનોને ફરતે ફેન્સીંગ કરવાની સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા થતી કામગીરીનો વિરોધ આદિવાસી સમાજ દ્વારા ભારે જોમ અને જુસ્સાથી કરવામાં આવી રહયો છે. આદિવાસી અસરગ્રસ્તોના વિરોધને રાજકીય સમર્થન પણ મળી રહ્યો છે, ગત રોજ કેવડીયાના વસંત પૂરા ગામે ફેન્સીગના મુદ્દે ચાલી રહેલા વિરોધ વંટોળ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ મુલાકાત લીધી હતી. આ છ ગામના લોકોની મુલાકાત આદિવાસીઓની જમીન સરકાર પચાવી પડતી હોવાના આક્ષેપ કર્યા હતા .

ત્યારે આજે ગામના નટવરભાઈ કાંતિ તડવી નામના વ્યક્તિએ સમગ્ર પ્રકરણથી હારી થાકીને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરી એક નવીજ દિશામાં સમગ્ર આંદોલનને લઇ જવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે.આદિવાસી આધેડે શર્ટ ઉતારી ઉઘાડા શરીરે આત્મવિલોપન કરવાની ચીમકી સાથે તેમની જમીન સંપાદન ન થઈ હોવાનો આક્ષેપ કરી તંત્રને આડે હાથે લીધા હતા જોકે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા પોલીસ દ્વારા તેઓની અટકાયત કરી લેવાઈ હતી . અને તેઓને કેવડીયા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. જોકે છેલ્લા કેટલાક દિવસથી આ પ્રશ્નોનો નીકાલ આવતો ન હોવાથી આદિવાસીઓનો રોષ વધતો જાય છે જેના વિરોધમા જ્યારે આજે એક આદિવાસી આધેડે આત્મવિલોપનનો પ્રયાસ કરતા આદિવાસી સમાજમા ભારે વિરોધ સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે.
કેવડીયાના અસરગ્રસ્ત 6 ગામના આદિવાસી ઓનો પશ્ર ડે બાય ડે ઉગ્ર બની રહ્યો છે. આદિવાસીઓ હવે પોતાના સાંસ્કૃતિક વારસા સમી જીવન શૈલી અને જમીનો છોડવા તૈયાર નથી, એ માટે લોકો હવે પોતાના જીવ આપવા પણ તૈયાર થઇ ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here