સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલતા જ સ્વાતંત્ર્ય સેનાનીઓને વહીવટી તંત્ર દ્વારા આવકારવાનો તખતો તૈયાર…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

દેશની આઝાદીમા ભાગ લેનાર તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને તેમના એક સહયોગી સાથે સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા સહિતના તમામ પર્યટન સ્થળો બતાવાશે

દેશની આઝાદીમા મહત્વનુ યોગદાન આપી દેશને આઝાદી અપાવનાર લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશ્વપ્રસિદ્ધ એકતા અને અખંડિતતાને પ્રતિક સમી પ્રતિમા દેશના તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને બતાવી તેમના રૂણ અદા કરવાની દિશામાં ચક્રો ગતિમાન થઇ રહયા હોવાનું જાણવા મળ્યું છે.   
આઝાદીની લડતમા દેશના જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓએ ભાગ લીધો જેમાંના હાલ જે સ્વાતંત્ર્ય સેનાનીઓ છે તેઓને સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બતાવી સરકાર દ્વારા તેઓનું રૂણ અદા કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યારે પણ પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવશે ત્યારે તેઓને તેમના એક સહાયક સાથે ફ્રી ઓફ કોસ્ટ પ્રવેશ અપાશે અને તમામ સગવડો તેઓને ઉપલબ્ધ કરાવાશે.

આ માટે દેશભરમાંથી સ્વાતંત્ર્ય સેનાની ઓને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. આવવાં માટે તેઓએ ઓનલાઈન બુકીંગ કરાવવાનુ રહેશેની માહિતી વહીવટદારની કચેરી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા કોલોની દ્વારા જાણવા મળેલ છે. સ્વાતંત્ર્ય સેનાનીઓને જે ટિકિટ આપવામાં આવશે તેની ઉપર ફ્રીડમ ફાઇટર પણ લખાયેલ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here