સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના ફ્લાવર ઓફ વેલી ખાતેથી ઇલેક્ટ્રિક મોટરની ચોરી…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

કેવડીયા કોલોની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા દેશની ધરોહર સમાન સ્ટેચ્યુના સંચાલનની સુરક્ષા સામે ઉઠતા સવાલ

વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ ફ્લાવર ઓફ વેલી ખાતેથી પાણી ખેંચવાની ઇલેક્ટ્રિક મોટરની ચોરી થયાંની પોલીસ ફરિયાદ કેવડીયા કોલોનીના પોલીસ મથકમાં નોંધાતાં સહુથી સલામત અને સુરક્ષિત એવાં વિસ્તારમાં ચોરી થતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત ડેમની સુરક્ષા સામે પણ સવાલ ઉભાં થઇ રહયા છે.

પોલીસ સુત્રોમાથી મળતી માહિતી અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જ આવેલા ફલાવર ઓફ વેલી ખાતે છોડવાની માવજત અને તેને પાણી પીવડાવવા માટે સાડા સાત હોર્સ પાવરની મોટર નર્મદા નદીના કિનારે પાણી ખેંચવા માટે ખુલ્લામા ગોઠવી હતી આ મોટર કોઇક અજાણ્યા ચોર ત્યાંથી ચોરી કરીને લઇ જતા વન વિભાગ હસ્તક ફલાવર ઓફ વેલીની કામગીરી થતી હોય સુરક્ષાની દ્રષ્ટીએ સલામત ગણાતા વિસ્તારમાંથી ચોરી થતાં સહુ અચંબામાં પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here