સ્ટેચ્યુ ઓફ યુનિટીથી વિયરડેમ વચ્ચેનુ 12 કી.મીનું સરોવર ભરાયું…..

કેવડીયા કોલોની,

પ્રતિનિધિ :- સતીશ કપ્તાન

મળતી માહિતી મુજબ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા તેમજ વિશ્વની આઠમી અજાયબી એવી સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ગરુડેશ્વર નજીક આવેલ વિયર ડેમ વચ્ચેનું બાર કીમી નાં સરોવરને નર્મદાનાં નીરથી બીજી વખત છલોછલ ભરી દેવામાં આવ્યું છે.પ્રથમ વખત આ સરોવરને માર્ચ મહિનામાં ભરવામાં આવ્યું હતું કેમ કે સ્ટેચ્યુ જોવા આવતા પ્રવાસીઓ માટે નર્મદા નદીમાં ક્રુઝબોટ શરુ કરવાની હતી અને તેનું લોકાર્પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવાનું હતું. પરંતુ તે સમયે વિશ્વમાં કોરોના વાયરસનો કહેર પ્રસરાય રહ્યો હતો. ને તેનો પગ પસેરો ગુજરાતમાં થતા આ કાર્યક્રમને અડ કરવો પડ્યો હતો .ત્યાર બાદ સ્ટેચ્યુ પણ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ હવે ભર ઉનાળામાં ટર્બાઈન શરુ કરી આ સરોવર ભરી દેવામાં આવ્યું છે. અને નર્મદા નદીને બે કાંઠે વહેતી કરી દેવામાં આવી છે. આ બાર કી મી નું સરોવર ભરાતા જ નર્મદા નદીનું સૌદર્ય સોળેકળાએ ચોમાસા જેવું ખીલી ઉઠ્યું છે. આ સરોવર ભરાતા જ શું લોકડાઉન ત્રીજીએ ખુલ્યા બાદ ક્રુઝબોટને પ્રાયોગિક ધોરણે ચાલુ કરાશે…!! જેવી રીતે બીજા પ્રોજેક્ટ પ્રાયોગિક ધોરણે ચાલી રહ્યા છે.. શું સ્ટેચ્યુ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે કે કેમ….!! કે પછી આગામી સમયમાં ચોમાસાની સીઝન છે તો નર્મદા બંધમાં પાણીનું જળ સ્તર સાચવવા માટેનો આ કીમિયો છે. જેવી અનેક ચર્ચાઓ લોકમુખે ચર્ચાઈ રહી છે. હાલમાં નર્મદા બંધની ખાતે પાણીની સપાટી ૧૨૦.૯૫ મીટર છે. તેમજ લાઈવ જથ્થો ૧૩૯૦.૧૧ mcm છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here