સોસિયલ ડિસ્ટનિંગ ન જળવાતા હળવદ માર્કેટ યાર્ડ બે દિવસ માટે બંધ કરાયું…

હળવદ,(મોરબી)
મહેન્દ્ર મારૂ

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમો ન જળવાતા હોવાથી લેવાયો નિર્ણય : શનિવારથી મર્યાદિત ખેડૂતોને બોલાવી હરરાજીનો પ્રારંભ કરવામાં આવશે

કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે લોકડાઉન ચાલી રહ્યું છે જો કે ખેડૂતોને તકલીફ ન પડે તેવા હેતુ સાથે સોમવારથી હળવદ માર્કેટયાર્ડ રાબેતા મુજબ ચાલુ કર્યું હતું પરંતુ માર્કેટયાર્ડમાં ખેડૂતોની, મજૂરોની વધુ ભીડ રહેવાને કારણે સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમોનું પાલન થતું ન હોવાથી માર્કેટયાર્ડ દ્વારા બે દિવસ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે સાથે જ યાર્ડ દ્વારા બે ટોલ ફ્રિ નંબર જાહેર કરાયા છે જેથી ખેડૂતો એ નંબર પર રજિસ્ટ્રેશન કરાવી શકશે જેથી ખેડૂતોને લિમિટેડમાં શનિવારથી બોલાવી હરરાજી કરવામાં આવશે.
કોરોના વાઈરસને ધ્યાને લઇ માર્કેટયાર્ડ દ્વારા અગાઉ લિમિટેડ ખેડૂતોને બોલાવી હરરાજી કરવામાં આવતી હતી પરંતુ સોમવારથી યાર્ડ રાબેતા મુજબ ચાલુ કરાતા હળવદ ઉપરાંત આજુબાજુના તાલુકાના પણ ખેડૂતો મોટીસંખ્યામાં તલ,ધાણા, જીરું, એરંડા સહિતનો પાક વેચવા માટે ઉમટી પડતા હતા જેથી સરકાર દ્વારા કોરોનાનુ સંક્રમણ ન ફેલાય તે માટે જાહેર કરાયેલા નિયમો મુજબ પાલન ન થતું હોવાથી યાર્ડના વેપારીઓ દ્વારા એક બેઠક કરી આ બાબતની રજૂઆત માર્કેટયાર્ડના સત્તાધીશોને કરી હતી જેથી યાર્ડ દ્વારા ગુરૂવારથી બે દિવસ માટે હરાજી બંધ કરવામાં આવી છે અને બે ટોલફ્રિ નંબર જાહેર કરાયા છે જેથી ખેડૂતો તે નંબર પર રજિસ્ટ્રેશન કરાવી શકે જેથી રજીસ્ટ્રેશ કરાયેલા જ ખેડૂતોને શનિવારથી ચાલુ થતા યાર્ડ માં લિમિટેડમાં બોલાવી હરરાજી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
હળવદ માર્કેટ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલએ જણાવ્યું હતું કે અત્યાર સુધી હળવદ કોરોના મુક્ત રહ્યું છે અને કોરોના મુક્ત રહે તે માટે તમામ તકેદારીના પગલાં ભરવા પડે તે પણ જરૂરી છે હળવદની આજુબાજુના તાલુકામાંથી કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે માર્કેટયાર્ડમાં પણ તાલુકા ઉપરાંત અન્ય તાલુકાના ખેડૂતો પણ મોટી સંખ્યામાં આવતા હોય છે જેથી સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમોનું પાલન ન થતું હોવાથી માર્કેટયાર્ડને બે દિવસ માટે બંધ રાખવામાં આવ્યું છે અને શનિવારથી હરાજીનો પ્રારંભ કરવામાં આવશે.
હળવદ માર્કેટયાર્ડના સેક્રેટરી મહેશભાઇ પટેલએ જણાવ્યું હતું કે કોરોનાનુ સંક્રમણ ન ફેલાય તે માટેના તમામ પ્રકારના તકેદારીના પગલાં ભરી સોમવારથી હરરાજીનો પ્રારંભ કરાયો હતો પરંતુ માર્કેટયાર્ડમાં વધુ ભીડ રહેતી હોવાને કારણે વેપારીઓ દ્વારા બુધવારે એક બેઠકનું આયોજન કરાયું હતું અને તેઓ દ્વારા જણાવાયું હતું કે માર્કેટયાર્ડમાં વધુ ભીડ રહેતી હોવાને કારણે સોશિયલ ડિસ્ટન્સ જણવાતું નથી તેમજ ઘણા લોકો મોઢું પણ ઢાંકતા નથી જેની રજૂઆતના પગલે હળવદ માર્કેટ યાર્ડ દ્વારા નિર્ણય લેવાયો છે કે શનિવારથી લિમિટેડ ખેડૂતોને જ બોલાવી હરાજી કરવામાં આવશે જેથી ખેડૂતોએ નોંધણી કરવામાટે 7567469249, 7874542057 નંબર પર ફોનથી નોંધણી કરાવી શકે છે જેનો સમય સવારે 10.00 થી 1.00 અથવા ઓનલાઈન નોંધણી (૨૪ કલાક) કરાશે જે લિંક પર ક્લિક કરી નોંધણી કરાવી શકાશે જેથી લિંક મેળવવા માટે 9033721811 નંબર મોબાઇલમાં સેવ કરી આપનું નામ લખી આ નંબર પર વૉટસએપ કરવાથી નોંધણી માટેની લિંક મળશે.
હળવદ માર્કેટ યાર્ડ માં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોય તેમ જ ઘણા લોકો મો પર માસ્ક વગર જ ફરતા હોય જેથી મામલતદાર વિ.કે. સોલંકીએ જણાવ્યું હતું કે અમારી ટીમ દ્વારા માર્કેટયાર્ડમાં પણ તપાસ કરવામાં આવશે જેથી સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા હોય અને માસ્ક પહેર્યા વગરના લોકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here