સેવાકાર્યમાં હમેશા અગ્રેસર રહેતા જામનગર ડીવાયએસપી સૈયદ સાહેબ…

જામનગર
અકબર દીવાન

હાલ ઠેર-ઠેર પ્રસરાય રહેલા માનવભક્ષી એવા કોરોના વાયરસને લઈને સામાન્ય જન જીવન ત્રસ્ત બની ગયું છે. કોરોના વાયરસના પ્રકોપને નાથવા સરકાર દ્વારા લોકડાઉનની અમલવારી મુકવામાં આવી હતી અને હાલ સમસ્ત દેશભરમાં એ લોકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. આ લોકડાઉનના કારણે અનેક ધંધા રોજગાર આજે પણ સદંતર બંધ હાલતમાં દેખાઈ આવે છે. માટે રોજ મજુરીકામ કરી પોતાના ઘર પરિવારનું પેટીયું રડતા ગરીબ માનવીની હાલત કફોડી બની ગઈ છે અને આવા કપરા સમયમાં મુસ્લિમ સમાજ માટે ઈશ્વરીય કૃપાના દિવસો ચાલી રહ્યા છે એટલે કે પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે આવા ખાસ દિવસોમાં ઈશ્વરના પ્રિય બંદા તરીકે અનેક માનવતાવાદી લોકો ગરીબ નિસહાય લોકોની મદદ કરવા આગળ આવ્યા છે જેમાં જામનગરના ડીવાયએસપી જનાબ એ.બી સૈયદ સાહેબ તેમજ સાહેબના ફરજંદ સૈયદ કાઝિમ બાપુ બુખારીનું નામ મોખરે હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અમારા પ્રતિનિધિ થકી મળતી માહિતી મુજબ મુસ્લિમ સમાજમાં અતિ પવિત્ર ગણાતા રમજાન માસમાં રોજા રાખી બંદગી કરી તેમજ નેક કાર્ય કરીને હર મુસલમાન પોતાના રબને રાજી કરવાના પ્રયત્ન કરે છે,આ રહેમતી મહિનામા અન્ય દિવસો કરતાં નેક કાર્ય કરવા પર ( 70 ) ગણો સવાબ આપવામાં આવ્યો છે. માટે આ મહિનામાં રહેમદિલ લોકો વધારેમાં વધારે ગરીબ લોકોને મદદ કરી સવાબ કમાય છે આવા જ રહેમ દિલ અને આલેબેત જામનગરના ડીવાયએસપી જનાબ એબી સૈયદ સાહેબ તેમજ સાહેબના ફરજંદ સૈયદ કાઝિમ બાપુ બુખારી જામનગરના જરૂરત મંદ લોકોને રોજા માટે ફ્રૂટનું વિતરણ કરી મુસ્લિમ બિરાદરોને રોજા ખોલાવ્યા હતા.
અગાઉ પણ સૈયદ સાહેબ અને તેમના પરિવાર દ્વારા જરૂરત મંદ લોકોને નાતજાતના ભેદભાવ વગર અનાજ કીટનું વિતરણ કરી માનવતાનું ઉમદા કાર્ય કર્યું હતું.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here