સેલંબા નગર સહિત તાલુકામાં માસ્ક પહેર્યા વિના બિન્દાસ્ત ફરતા વ્યક્તિઓ સામે સાગબારા પોલીસની લાલ આંખ…

સેલંબા,(નર્મદા)
મનોજ પારેખ

સેલંબા નગર સહિત તાલુકામાં માસ્ક વગર બિન્દાસ્ત ફરતા લોકો પર આજે સાગબારા પોલીસે લાલ આંખ કરતા માસ્ક વગર ફરતા લોકોમાં અફળા-તફળીનો માહોલ સર્જાયો હતો. પોલીસ દ્વારા આજે માસ્ક વગર ફરતી 45 થી વધુ વ્યકતિઓ પાસેથી 9000 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
સેલંબા નગર ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.કે.વસાવા તથા તેમના પોલીસ સ્ટાફ સાથે ફરજ બજાવી રહ્યા હતા તે દરમિયાન વગર માસ્ક પહેર્યા વગર લોકો નીકળી પડતા હોય છે. કોરોના વાયરસનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. જે ખુબ જ ગંભીર બાબત છે. કોરોનાની મહામારીને ગંભીરતાથી લોકો લેતા નથી. લોકો બિન્દાસ્ત માસ્ક પહેર્યા વગર કે મોઢા પર રૂમાલ બાંધ્યાં વગર ફરતા લોકોને કાયદાનું ભાન કરાવવા પોલીસે આજે લાલ આંખ કરતા માસ્ક વગર ફરતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
પોલીસે 45 થી વધુ લોકોને માસ્ક પહેર્યા વગર આવતા લોકો પાસેથી સ્થળ પર 200 રૂ લેખે 9000 રૂ. નો દંડ વસુલ કરવામા આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here