સેલંબા ખાતે પ્રિમોન્સુન સમારકામને લઇ આજે વીજ પુરવઠો બંધ રખાતા ગરમીમાં લોકોની હાલત કફોડી બની…

સેલંબા,(નર્મદા)
મનોજ પારેખ

સવારના ૮ વાગ્યાથી ૩ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રખાયો

કાળઝાળ ગરમીમાં લોકો રીતસરના બફાયા…

સેલંબા ખાતે વીજ કંપની દ્વારા પ્રિમોન્સુન સમારકામ ને લઈ આઠ કલાક સુધી વીજ પુરવઠો બંધ રખાતા લોકડાઉન માં ઘરમાં રહેતા લોકોની હાલત કફોડી બની જવા પામી હતી. અસહ્ય ગરમી વચ્ચે વીજ કંપની દ્વારા વીજ પુરવઠો બંધ રાખવામાં આવતા ગરમી માં બફાવવાનો નો વારો આવતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા.
સેલંબા ખાતે લોકડાઉન માં વીજ કંપની દ્વારા સવાર ના આઠ વાગ્યાથી વીજ પુરવઠાનું સટડાઉન આપવામાં આવતા લોકો પરેશાન થઈ જવા પામ્યા હતા. હાલ વીજ કંપની દ્વારા પ્રિમોન્સુન ની કામગીરી ચાલી રહી છે. આજરોજ સેલંબા ખાતે પ્રિમોન્સુન સમારકામ અર્થે સવારના આઠ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ કરાયો હતો. આવી કાળઝાળ ગરમીમાં આઠ કલાક વીજ પુરવઠો બંધ રહેતા લોકો પરસેવે રેબઝેબ થઈ જવા પામ્યા હતા. ઈલેક્ટ્રીક ઉપકરણો પણ વીજ પુરવઠા વીના બંધ રહેતા ગરમીમાં લોકો રીતસરના બફાયા હતા.
આકાશમાંથી સુરજ દેવ અગન ગોળા વરસાવી રહ્યા છે. ધરતીમાતા ધગધગી રહી છે. ત્યારે બીજી બાજુ વીજ કંપની એ વીજ પુરવઠો બંધ કરાતા લોકોની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ જવા પામી હતી. બપોર પછી વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
રીપોર્ટ : મનોજ પારેખ સેલંબા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here