સેલંબામાં ધમાલો દરમિયાન જાહેરમાં ફરતા બૂકાનીધારીઓ કોણ???

સેલંબા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા પોલીસ પાસે માહિતી ન હોય તો અમારી પાસે માહિતી ઉપલબ્ધ

બુકાનીધારીઓની ઓળખ કરી તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવે

નર્મદા જિલ્લાની શાંતિમાં પલિતો ચાપનારા તત્વોને પોલીસ બહાર પાડે

નર્મદા જિલ્લાના સેલંબા ખાતે વગર પરવાનગી એ નીકળેલ બજરંગ દળની શોર્ય યાત્રા દરમિયાન બે કોમો સામસામે આવી જતા થયેલા પથ્થર મારામાં તેમજ દુકાનોને આગ ચાપવાના મામલામાં કોણ કોણ સંડોવાયેલા છે ??? તેની યોગ્ય તપાસ થાય એ ખૂબ જ જરૂરી છે તોફાની તત્વો સામે યોગ્ય પગલા ભરાય અને કાયદાનો કડક અમલ થાય એ પણ ખૂબ જ જરૂરી છે, ત્યારે સેલંબા ના બજારોમાં આવેલ કેટલીક દુકાનો તેમજ લારીઓમાં આગ ચાપવામાં આવી ત્યારે કેટલાક લોકો મોઢા ઉપર બુકાનીઓ બાંધીને ફરતા હતા આ બૂકાનીધારીઓ કોણ છે ?? તેઓની શું ભૂમિકા છે?? એની પણ તપાસ પોલીસ કરે અને આગચંપીના મામલામાં પણ કોણ કોણ સંડાવેલા છે તેમની સામે પણ યોગ્ય પગલા ભરાય એ પણ ખૂબ જ જરૂરી છે.

સોશિયલ મીડિયામાં સેલંબા ખાતે જે ઘટના ઘટી તેના તમામ વિડિયો વાયરલ થઈ રહ્યા છે તો નર્મદા જિલ્લા પોલીસ પાસે પણ એ વિડિયો ઉપલબ્ધ હશે જ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here