સેલંબામાં એક કેસ કોરોનાનો સામે આવતા સેલંબા બજાર સદંતર બંધ રહેવાનાં કારણે સાગબારા તાલુકાનું જનજીવન ખોરવાયું

સેલંબા ,

પ્રતિનિધિ :- મનોજ પારેખ

ફક્ત કોરોના અસરગ્રસ્ત વિસ્તાર સેલંબા જમાદાર ફળિયાની જ તમામ સીમાઓ સીલ કરવા અને બાકીના વિસ્તારને છૂટ આપવાની માંગ કરાઈ.

સેલંબા ગ્રામ પંચાયતના ઉપસરપંચ જિલ્લા કલેકટરને કરેલી લેખિત રજૂઆત.

સેલંબા ગામની સવારે,7 થી 11 કલાક દરમિયાન દૂધ, શાકભાજી અનાજ કરીયાણા તેમજ ખેતીને લગતી દુકાનો શરૂ કરવાની કરાઈ માંગ.

સેલંબામાં એક કેસ કોરોના આવતા છેલ્લા ઘણા દિવસથી સેલંબાના બજારો સદંતર બંધ રહેતા સેલંબા અને તેની આજુબાજુના ગામડાઓને કન્ટેમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરેલ હોવાથી તેની સીધી અસર સાગબારા તાલુકામાં થતા સેલંબા સહિત સાગબારા તાલુકા નું જીવન ખોરવાઇ જવા પામ્યો છે.
આ અંગે સેલંબા ગ્રુપ ગ્રામ પંચાયતના ઉપપ્રમુખ ચંદ્રકાંત લુહારે નર્મદા જિલ્લા કલેકટરને કરેલી લેખિત પત્ર લખી રજૂઆત કરી પત્રમાં જણાવ્યું છે કે સાગબારા તાલુકાનાં સેલંબા ગામે જમાદાર ફળિયામાં કોરોનાનો એક કેસ પોઝિટિવ આવેલ છે જેના કારણે સેલંબા ગામમાં તમામ જીવન જરૂરિયાતની દુકાનો સદંતર બંધ રાખેલ છે. જેના કારણે સમગ્ર તાલુકાની પ્રજાને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સેલબા ગામ એકમાત્ર વેપારી મથક છે. તેથી સેલબા ગામના જમાદાર ફળિયામાં કેસ મળેલ છે ત્યારે ફક્ત જમાદાર ફળિયાની જ તમામ સીમાઓ સીલ કરી સેલંબા ગામે સવારે 7 થી 11 કલાક દરમિયાન દૂધ, શાકભાજી, અનાજ કરીયાણા તેમજ ખેતીને લગતી દુકાનો શરૂ કરવાની માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here