સાગબારા તાલુકાના નાના કાકડીઆંબા ગામે વાડ બાંધવાના મુદ્દે ત્રણ શખ્સો દ્વારા એક મહિલાને માર મારતા પોલીસ ફરિયાદ..

સાગબારા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાના કાકડીઆંબા ગામે વાડ બાંધવાના મુદ્દે ત્રણ શખ્સો દ્વારા એક મહિલાને માર મારતા ત્રણેય આરોપી વિરુદ્ધ સાગબારા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર સાગબારા તાલુકાના નાના કાકડીઆંબા ગામે તા.૨૧/૪/૨૦૨૦ ના રોજ આરોપીઓ (૧) રૂબીના બેન શાંતિલાલ વસાવા (૨) વસનાબેન ભરતભાઈ નુરીયા ભાઈ વસાવા (૩) શાંતિલાલ ભાઈ ભરતભાઈ વસાવા ( તમામ રહે. નાના કાકડીઆંબા , તાલુકા ,સાગબારા જિ. નમૅદા) ઓ તેમના ઘરની વાડ બનાવેલી હતી. જે વાડ તોડી ફરિયાદી રાધાબેન ગિરધરભાઈ રૂપજીભાઈ વસાવા ના ઘરની તરફ ખસેડીને બનાવતા હોય જેથી રાધાબેન તેમને જણાવેલ કે વાડ પહેલા હતી ત્યાં જ બનાવો મારા ઘર તરફ ખસેડીને કેમ બનાવો છો તેમ જણાવતા જેની અદાવત રાખી આ કામના આરોપી રૂબીના બેન અને વસનાબેન એ રાધા બેન ના ઘરના આંગણામાં જઈ ગમેતેમ ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી તથા શાંતિલાલે રાધા બેન ને ગળાના ભાગે પકડી ઘર ની દીવાલ સાથે અથડાવી દેતા માથામા પાછળના ભાગે જમણી બાજુ વાગી જતા સાધારણ ચામડી ફાટી લોહી નીકળી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી જાહેરનામાનો ભંગ કરતા સાગબારા પોલીસ સ્ટેશનમાં રાધાબેન ગિરધર ભાઈ રૂબજી ભાઈ વસાવાએ આ ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સાગબારા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here