સાગબારાથી ડેડીયાપાડા વચ્ચે  વાવાઝોડુ ફૂંકાતા હાઈવે પર ઝાડની ડાળીઓ તૂટી પાડતા રસ્તો બ્લોક…

ડેડીયાપાડ,(નર્મદા)
મનોજ પારેખ(સેલંબા)

પેટ્રોલિંગમા ગયેલી પોલીસ વાનમા પોલીસના કર્મચરીઓ ઓએ ઝાડની ડાળીઓ હટાવી રસ્તો ખુલ્લો કર્યો

આજરોજ નર્મદાના  સાગબારા થી ડેડીયાપાડા રોડ પર વાવાઝોડુ ફૂંકાતા હાઈવે પર ઝાડની ડાળીઓ તૂટી પાડતા રસ્તો બ્લોક થઈ જતા પેટ્રોલિંગમા ગયેલી પોલીસ વાનમા પોલીસના કર્મચરીઓઓએ ઝાડની ડાળીઓ હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો.
પવન સાથે વરસાદ આવતા સગબારા ડેડીયાપાડા રોડ ઉપર વૃક્ષો ની ડાળીઓ ટુટી પડતા અકસ્માત નિવારણ ના ભાગ રૂપે રસ્તા વચ્ચે થી ઝાડી ઝાંખરા દૂર કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે નિસર્ગ વાવાઝોડા ની અસર નર્મદા મા નહિવત હોવા છતા પવન અને હળવા વારસાદ ને કારણે થોડુ ઘણુ નુકશાન થયુ છે પણ કોઈ જાનહાનિ થવા પામી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here