સાંસદ મનસુખ વસાવાનો લોકડાઉનની આડમાં ભ્રષ્ટાચારે માઝા મુકી હોવાનો આરોપ…

રાજપીપલા,(નર્મદા)
પ્રતિનિધિ :- આશિક પઠાણ

નર્મદા અને ભરૂચ જિલ્લામાં તાલુકા તેમજ જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચાર બાબતે સાંસદે મુખ્યમંત્રીને કરી રજુઆત..

મનસુખભાઈ વસાવાએ ભારતીય જનતા પાર્ટી ના શાસન મા ભ્રષ્ટાચારે માઝા મુકી હોવાનું આરોપ લગાવી સરકારી અધિકારીઓ અને સરકાર ને જ કઠેરા મા ઉભી કરી છે . મુખ્યમંત્રીને રજુ આત કરતાાં લખેલા પત્રમાં સાસદે જણાવ્યું છે કે બીટીપી તેમજ કોંગ્રેસ ગઠબંધન વાળી તાલુકા તેમજ જિલ્લા પંચાયતમાં ગુજરાત પેટન તેમજ અન્ય વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થતું હોવાના આક્ષેપ કર્યા છે, પત્રમાં અધિકારીઓ,પદાધિકારીઓ તેમજ વચેટીયાઓ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપ કર્યા છે. સાથે જ ભરૂચ,નર્મદા જિલ્લામાં લોક ડાઉનનાં સમયમાં ભ્રષ્ટાચારીઓને મોકળું મેદાન મળ્યા હોવાનું પત્રમાં ઉલ્લેખ છે. તેમજ સાંસદ મનસુખ વસાવાએ ઉચ્ચ સ્તરીય તપાસની માંગ પણ કરી છે, સાંસદનાં પત્રને લઈ અનેક સવાલ ઉભા થયા છે જેમાં ખુદ રાજ્યમાં ભાજપ સરકાર સત્તામાં છે એવામાં અધિકારીઓ જ ખુદ ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપથી ખળભળાટ મચ્યો છે.
આખા બોલા સાંસદ મનસુખભાઈ ધણી વાર આવા ધડાકા કરતા હોય છે તયારે તેમના આ પત્રે લોકડાઉન મા પણ રાજકીય વર્તુળો મા હાહાકાર મચાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here