કેવડીયા કોલોની,(નર્મદા)
સતીશ કપ્તાન
સરદાર સરોવર નર્મદા બંધ ના ઉપરવાસ માં થઇ પાણીની આવક યથાવત આવી રહી છે. 16,030 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે જોકે ચોમાસુ જામે એ પહેલા વિપુલ માત્રામાં પાણીનો જથ્થો આવ્યો અને પાણી સંગ્રહિત થયું એટલે નર્મદા નિગમ અને નર્મદા કન્ટ્રોલ ઓથિરીટી દ્વારા છ મહિનાથી બંધ રિવરબેડ પાવર હાઉસ ધમધમતું કર્યું જેમાં 200 મેગા વોટના 6 ટર્બાઈનો શરૂ કરી દેતા 16,030 ક્યુસેક ની અવાક સામે 51,730 ક્યુસેક પાણી ની જાવક સીધી નર્મદા નદી માં થઇ રહી છે એટલે અવાક કરતા જાવક વધતા નર્મદા બંધની જળ સપાટી 1 મીટર નીચે ઉતરી છે અને સાંજે સાત વાગે નર્મદા ડેમ ખાતે પાણી ની સપાટી126.77 મીટરે નોંધાઈ છે. હાલ માં નર્મદા ડેમ ખાતે પાણી ની સપાટી માં કલાકે એક સેમી નો ઘટાડો થઈ રહ્યો છે.આ પાણી છોડતા સ્ટેચ્યુ ની ફરતે વિશાળ જળ રાશિ નો ભરાવો થતા સુંદર દ્રશય સર્જાયું છે.
સરદાર સરોવર નર્મદા બંધમાં હાલ 2482 મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો છે. હાલ વીજળી ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. રિવરબેડના 6 ટર્બાઇન ચાલુ કરતા રોજની 5 કરોડ ની વીજળી ઉત્પાદન કરે છે. નર્મદા કેનાલ માંથી 11,430 ક્યુસેક પાણી છોડવામાં આવે છે.