સફેદ પથ્થરનો કાળો કારોબાર કરતા ખનિજ માફિયાઓ પર તંત્રની લાલ આંખ….

શહેરા તાલુકામાં થી પાછલા કેટલાયે સમય થી બેરોકટોક સફેદ પથ્થર ( ખનીજ) ભરેલ વાહનો પસાર થતા હોય છે આ સામે જવાબદાર તંત્ર દ્વારા જોઈએ તેવી કાર્યવાહી થતી ન હોવાની બૂમો ઉઠતી રહી છે.જેને લઇને પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા તત્ત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે જેને અનુલક્ષીને ગુરુવારની રાત્રીએ તાડવા પાસેથી રોયલ્ટી પાસ વગર ખનીજ વહન કરતી સફેદ પથ્થર ભરેલ ટ્રક ને પકડી પાડવામાં આવી હતી. ખનીજ ભરેલ ટ્રક ને મામલતદાર કચેરી ખાતે લાવી ને નિયમોનુસાર ની કાર્યવાહી હાથધરતા ખનીજ ચોરો મા ફફડાટ ફેલાયો હતો

શહેરા તાલુકા નો ગ્રામ્ય વિસ્તાર ખનીજચોરો માટે સ્વર્ગ સમાન છે.ખાણખનીજ વિભાગ ની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે જમીનમાંથી સફેદ પથ્થરો કાઢી ને ટ્રક મારફતે લીઝો સુધી પહોચાડી રહયા હોવાની વ્યાપક બુમો ઉઠવા પામી છે.જેને લઇને પ્રાંત અધિકારી જય બારોટ અને મામલતદાર મેહુલ ભરવાડ ખનીજ ચોરી અટકાવવા માટે તાલુકા ના વિસ્તાર મા નીકળ્યા હતા . ત્યારે શહેરા થી ગોધરા તરફ ના હાઈવે માર્ગ ઉપર આવેલ તાડવા પાટીયા પાસે પ્રાંત અધિકારી જય બારોટે સફેદ પથ્થર ભરેલ ટ્રકને પકડી પાડી હતી. ખનીજ ભરેલ ટ્રકના ચાલક પાસે ખનિજ વહન કરવા માટેના જરૂરી કાગળો માગતા મળી આવ્યા ન હતા. જેને લઈને પ્રાંત અધિકારી અને મામલતદાર મેહુલ ભરવાડ દ્વારા કોઈ પણ સેહ શરમ રાખ્યા વગર આ સામે કાર્યવાહી હાથધરી હતી .અને સફેદ પથ્થર ભરેલ ટ્રકને મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવી હતી. ખનિજ ચોરો રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર રીતે રેતી અને સફેદ પથ્થર નો ધંધો કરતા હોય છે. તેના કારણે સરકારી તિજોરીને આર્થિક રીતે મસમોટું નુકશાન વેઠવાનો વારો આવે છે ત્યારે જવાબદાર તંત્રના અધિકારીઓ આ સામે અસરકારક કાર્યવાહી હાથ ધરે તે જરૂરી બન્યું છે. પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા ખનીજ ચોરો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખનીજ ચોરો મા ફફડાટ વ્યાપી ગયો હતો.ઉલ્લેખનીય છે કે તાલુકા પંથક મા સફેદ પથ્થરો ઉપરાંત રેતી અને લાકડા ની બે નંબરી હેરાફેરી હજુ સુધી અટકી શકી નથી ત્યારે શુ જવાબદાર તંત્ર આવા તત્વોની સામે અસરકારક કાર્યવાહી કરવામાં આવશે તે જોવુ રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here