શિક્ષણ અને કાયદા મંત્રી એવા ભાજપા નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ચૂંટણી રદ કરાતા રાજકારણ ગરમાયું…

રાજકોટ,
પ્રતિનિધિ :- વિનુ ખેરાળીયા

2017 માં ધોળકા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તરફે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કોંગ્રેસ તરફથી અશ્વિન રાઠોડચૂંટણી લડયા હતા

ગુજરાત રાજ્યના ભાજપના પીઢ નેતા એવા શિક્ષણ અને કાયદા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની 2017 માં ધોળકા સીટ ઉપરથી વિધાનસભાની ચૂંટણીમાં જીત થઇ હતી. જ્યારે આજે તેઓની જીતને ગુજરાત હાઇકોર્ટે રદ કરી દેતા સમગ્ર ભારતના રાજકારણમાં ખળભળાટ જોવા મળ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે ભુપેન્દ્રસિંહ ચુડાસમાનીજીતને પડકારતી અરજી કરી હતી જેને ધ્યાને લઇ હાઇકોર્ટના જજ જસ્ટિસ પરેશ ઉપાધ્યાય દ્વારા આજરોજ આપેલા ચુકાદામાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાની 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં થયેલ જીતને રદ કરી દેવામાં આવી છે. આ ચુકાદાને લઈને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને એક મોટો ફટકો પડયો છે.

મળતી માહિતી મુજબ વર્ષ-૨૦૧૭ માં ગુજરાત રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા વિધાનસભા બેઠક પરથી ભાજપ તરફે ભુપેન્દ્રસિંહ ચુડાસ્મા અને કોંગ્રેસ તરફથી અશ્વિન રાઠોડે ઉમેદવારી કરી હતી, તે સમયે ધોળકા સીટ ઉપરથી ભાજપના ઉમેદવાર ભુપેન્દ્રસિંહ ચુડાસ્માનો ૩૨૭ મતે વિજય થયો હતો. તેઓના વીજયને પડકારવા અને મતગણતરી વખતે ચુંટણી કમીશનની કાર્યપ્રણાલી ઉપર પ્રશ્ન ઉઠાવી કોંગ્રેસના ઉમેદવાર એવા અશ્વિન રાઠોડે હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી અને તેમાં આક્ષેપ કાર્ય હતા કે મત ગણતરી વખતે ભાજપા ઉમેદવાર ભુપેન્દ્રસિંહ ચુડાસ્માએ ભ્રસ્ટ આચરણ કરી મતગણનામાં ગેરરીતી આચારી છે, તેમજ પોસ્ટલ બેલેટની ગણનામાં ચુંટણી કમીશનના નીતિ નિયમો વિરુદ્ધની કામગીરી કરાવી છે. તથા આ ચૂંટણી રદ્દ થવી જોઈએ અને પોતાને વિજેતા જાહેર કરવો જોઈએ એવી માંગણી સાથે કોંગ્રેસ ઉમેદવાર અશ્વિન રાઠોડની આ ફરિયાદને ધ્યાને લઇ હાઇકોર્ટે આસરે બે વર્ષ પછી ચુકાદો આપ્યો હતો અને એ ચુકાદામાં ધોળકા સીટ પરથી વિજય થનાર ભાજપા ઉમેદવાર ભુપેન્દ્રસિંહ ચુડાસ્માની જીતને રદ કરતો હુકમ કર્યો હતો. આ ઉપરાંત હાઈકોર્ટે ૪૨૯ પોસ્ટલ બેલેટ રદ કરવાનો નિર્ણયને ગેરકાયદેસર હોવાનો ચુકાદો આપ્યો હતો. જ્યારે પોસ્ટલ બેલેટમાંથી મળેલા મતમાંથી ૪૨૯ મત રદ્દ થતાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જે તે વખતે વિજય થયા હતા અને હાલ તેઓની જીતને હાઇકોર્ટ દ્વારા રદ કરાતા ગુજરાત ભાજપ સંગઠન સહીત ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના સમર્થકોમાં ચિતાની લાગણી પ્રસરાઈ ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here