શહેરા : ૪ થા લોકડાઉન દરમિયાન પ્રસાશન દ્વારા અમુક શરતોને આધિન છૂટછાટ અપાઈ…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

કોરોનાના માનવભક્ષી કહેરના કારણે સમગ્ર વિશ્વ હચમચી ગયું છે,ભારતમાં પણ કોરોના વાયરસના સંક્રમણએ પોતાની પાંખો ફેલાવી દીધી છે જેના કારણે રોજ-બરોજ કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. ભારત સરકારે કોરોનાના વધતા પ્રકોપ પર અંકુશ મેળવવા સમસ્ત દેશભરમાં લોકડાઉન જાહેર કર્યું હતું અને હાલ લોકડાઉન ચારની અમલવારી ચાલી રહી છે, જ્યારે સરકાર દ્વારા માનવ હિતાર્થે સતત એક પછી એક લોકડાઉન અમલમાં મુકાતા ધંધા-રોજગાર સદંતર બંધ પડી ગયા હતા તેમજ રોજ-મજુરીકામ કરી પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવનારની હાલત કાફોડો બની ગઈ હતી તદઉપરાંત પરપ્રાંતીય શ્રમિકોમાં કોરોનાનાં કાળા કહેરની પડછાઈઓ પડતા ભયનો માહોલ પ્રસરાય ગયો હતો. આવા કપરા સમયમાં ૫૪ દિવસ બાદ લોકડાઉનમાં છૂટછાટ મળતા તાલુકાની પ્રજા જીવનજરૂરી વસ્તુઓ લેવા માટે ઉમટી પડી હતી તો કેટલીક જગ્યાએ સોશિયલ ડિસ્ટનસિંગનો અભાવ જોવા મળ્યો હતો અને કેટલાક બજારોમાં લોકોની સામાન્ય ચહલપહલ જોવા મળી હતી.


અમારા પ્રતિનિધિ તઃકી મળતી વિગતો મુજબ ૨૨મી માર્ચ પછીથી કોરોના વાયરસની ગંભીર મહામારી ભારતમાં ફેલાતા સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી અને સતત ૫૪ દિવસ સુધી લોકડાઉનની કડક અમલવારી કરવામાં આવી હતી તેમજ ચાર તબક્કામાં અમલમાં મુકવામાં આવ્યું હતું જેમાં ૪થા તબક્કામાં મંગળવારના રોજ સવાર ના ૮ થી બપોર ૪ વાગ્યા સુધી શરતોને આધીન બધી દુકાનો ખોલવા માટેની મંજૂરી જિલ્લા પ્રશાસન દ્વારા આપવામાં આવી હતી અને તેમાં પણ જે હોટેલોમાં જમવાનું મળે છે તેઓએ પાર્સલ સેવા આપવી નહીં કે ત્યાં બેસાડી જમાડવા અને સોસીયલ ડિસ્ટનસિંગ નો અમલ ન થાય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ની જાહેરાત કરવામાં આવી હતી. મંગળવારના રોજ તાલુકામાંથી આવેલા લોકોએ જીવનજરૂરી એવી કરિયાણાની ખરીદી કરી હતી તો કેટલાક બજારોમાં લોકોની સામાન્ય ચહલપહલ જોવા મળી હતી.હાઇવે સ્થિત આવેલા બેન્ક ઓફ બરોડાના એ ટી એમ પર લોકો રૂપિયા ઉપાડવા મોટી સંખ્યામાં આવ્યા હતા જેમા સામાજિક અંતર ( સોસીયલ ડિસ્ટનસિંગ ) નો સદંતર અભાવ જોવા મળ્યો હતો ગ્રાહકો એકબીજા ને અડોઅડ ઉભેલા નજરે પડતા હતા.બેન્ક પ્રશાશન અથવા તો અન્ય જવાબદાર તંત્ર દ્વારા આ પ્રકારની ચોક્કસાઈ નહીં રખાય તો કોઈ નવાજુની થશે તો તેના માટે જવાબદાર કોને ગણી શકાય ? શુ તંત્ર આ બાબતે કોઈ યોગ્ય પગલાં લેશે કે કેમ એ જોવાનું રહ્યું.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here