શહેરા : હાય રે…કોરોના હાય…૧૧૦ વર્ષીય વૃધ્ધા પેન્શનના રૂપિયા ઉપાડવા માટે હાથલારીમાં આડાપડી બેંક પર પહોચ્યા…

શહેરા,

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

શહેરાથી લગભગ ૭ કિ.મી દૂરથી ધોમધખતા તડકામાં લોકડાઉનની સ્તિથિ વચ્ચે મજબૂરીવશ બેંક પર આવવાની પડી ફરજ

ગરમીનો પારો ૪૨ ડિગ્રીથી પણ ઉપર છે તેવા સમયે તેઓની પુત્રી એ વૃધ્ધાને એક હાથલારીમાં બેસાડી બેન્કે પહોંચી

પ્રવર્તમાન સમયે સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહેલ માનવભક્ષી એવા કોરોના વાયરસને ભારતમાં પ્રસરાતો અટકાવવા સરકાર દ્વારા 24 માર્ચથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતું અને હાલ એ લોકડાઉનના સમયગાળાને વધારી ત્રીજા તબક્કાને 17 મેં સુધી વધારી દેવામાં આવ્યો છે. સરકાર દ્વારા ત્રીજા ચરણના લોકડાઉનમાં થોડી છૂટછાટો આપવામાં આવી હતી જેમા જીવન જરૂરી અને ઉપયોગી ચીજ-વસ્તુઓ જેમકે દૂધ, દવા અને કરિયાણાની દુકાનો ખુલ્લી રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે આવશ્યક જરૂરીયાતોને બાદ કરતા સરકાર દ્વારા સામાન્ય જીવનની દરેક દિનચર્યાની ચહેલ-પહેલ પર રોક લગાવવામાં આવી હતી જેમાં વાહન વ્યવહારનો પણ સમાવેશ કરી એને સદંતર બંધ રાખવાનું કહેવામાં આવ્યું હતું. માનવ હિતની રાહે સરકારના આ પ્રતિબંધોની લોકડાઉનમાં અવળી અસરો પણ જોવા મળી હતી, જેમા ઘણા શ્રમિકો એવા પરપ્રાંતનાં મજૂરો વાહનોની અવર-જવર બંધ હોવાના કારણે અટવાઇ પડ્યા હતા ત્યારે શહેરા તાલુકામાં પણ બસો તેમજ ખાનગી વાહનોનાં પૈડા લોકડાઉનમાં થંભી ગયા છે ત્યારે જીવનજરૂરી વસ્તુની ખરીદી માટે રૂપિયાની આવશ્યકતા ઉભી થતી હોય છે અને તેના માટે દરેક માનવ જીવને બેંકમા પોતાના જમા રૂપિયા ઉપાડવા જવું પડતુ હોય છે. ખરેખર તો બેન્કમાંથી રૂપિયા ઉપાડવા ખુબજ સામાન્ય બાબત કહેવાય પરંતુ શરીરની તંદુરસ્તીએ લાચાર વ્યક્તિ કે જેને બે ડગ માંડવી હોય તો પણ સહારાની જરૂર પડે એવા વ્યક્તિને કિલો મીટરનો અંતર કાપી બેન્કમાંથી જમા પુંજી ઉપાડવી હોય તો આ લોકડાઉનના સમયમાં મહામુસીબત સમાન લાગે..!! એમાં કોઈ બે મત નથી. આવો જ એક બનાવ શહેરા નગરમાં બની આવતા માનવતાની આંખોમાંથી ધરાર..અશ્રુઓની ધારા વહેવા લાગી હતી…

આજરોજ શહેરાથી ૭ કિમી દૂર આવેલા ભેસાલ ગામનાં ૧૧૦ વર્ષનાં વૃધ્ધા એવા કાશીબેન તેમની પુત્રી સાથે શહેરા બેંકમાં પેન્શનનાં રૂપિયા ઉપાડવા આવ્યા હતા તેઓને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે હાલમાં ચાલી રહેલી બીમારીમાં કોઈ વાહન ના મળતા અને તેઓને પુત્ર ન હોવાના કારણે એક અજાણ્યો ઇસમ મોટર સાયકલ પર તેઓને શહેરા મૂકી ગયો હતો અને ત્યાથી બપોરના ધોમધમતા તાપમાં કે જ્યારે ગરમીનો પારો ૪૨ ડિગ્રીની પણ ઉપર છે તેવા સમયે તેઓની પુત્રી કાશીબેનને એક હાથલારીમાં બેસાડી બેંકે પહોચ્યા હતા અને ત્યારે બેંક પાસે ઉભેલા ગ્રાહકો પણ કુતૂહલવશ આ દ્રશ્ય જોઈ રહ્યા હતા જોકે ત્યાં ઉભેલા એક મહિલા પોલીસકર્મી અને બેંકનાં કર્મચારીઓએ તેઓની ઉંમરને ધ્યાનમાં લેતા તાત્કાલિક પેન્શનનાં રૂપિયા તેઓને આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયુ હતું અહીયા પ્રશ્નએ ઉપસ્થિત થાય છે કે શુ વહીવટ તંત્ર દ્વારા આવા વયોવૃદ્ધ એટલે કે ઉંમર લાયક વ્યક્તિઓને સરળતા રહે તે માટે કોઈ જોગવાઈ અથવા તો કોઈ વ્યવસ્થા ન ઉભી કરવી જોઈએ ? ૧૧૦ વર્ષનાં વયોવૃદ્ધ કાશીબેન અને તે સિવાયનાં કેટલાયે વ્રૂદ્ધ પેન્શનરો હશે જેઓને આવા ધોમધખતા તાપમાં આવવુ પડતુ હોય છે તો શુ તંત્ર કોઈ પગલા લેશે ખરૂ એ જોવુ અને જણાવું રસપ્રદ રહેશે….!!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here