શહેરા સહિત સમગ્ર જિલ્લામાં લોકડાઉનના બીજા દિવસે પણ પ્રજાજનોનુ સમર્થન

શહેરા સહિત સમગ્ર જિલ્લામાં લોકડાઉનના બીજા દિવસે પણ પ્રજાજનોનુ સમર્થન તંત્રને મળી રહયુ છે. જ્યારે કોરોના વાયરસને લઇને આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને નગર અને ગ્રામ્ય વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા નગર વિસ્તારમાં સફાઈ કામદારો દ્વારા સફાઇ કરવા સાથે દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો. નગર વિસ્તારમાં કરિયાણા, શાકભાજી તેમજ દૂધ ડેરીઓ ખાતે ગોળ રાઉન્ડ કરવામાં આવ્યા છે જેથી અહીં આવતા લોકોમાં થોડું અંતર રહે તે માટે માર્કિંગ સર્કલ બનાવાયા હતા.

કોરોનાની મહામારીને લઈને શહેરા સહિત સમગ્ર રાજ્યમાં લોકડાઉનની પરિસ્થિતિ સર્જાઈ છે. લોકડાઉનના બીજા દિવસે તાલુકા વાસીઓએ લોકડાઉનને સમર્થન આપ્યું હતું. નાના-મોટા તમામ ધંધા-રોજગાર બંધ હોવાથી રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા. જ્યારે પોલીસ સહિતનું તંત્ર લોકડાઉનનુ પાલન કડકપણે કરાવી રહ્યા છે. હાલ પણ લોકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે બહાર નીકળી રહ્યા છે. શાકભાજી, દૂધ ડેરી, કરીયાણા અને મેડિકલ સ્ટોર ખાતે અહીં આવતા લોકોમાં અંતર રહે તે માટે માર્કિંગ સર્કલ બનાવાયા છે. અને પ્રાંત અધિકારી જય બારોટ અને મામલતદાર મેહુલ ભરવાડની અધ્યક્ષતામાં કરીયાણા સહિતના મુખ્ય વેપારી લોકોની બેઠકમાં દુકાનદારોને આવી કપરી પરિસ્થિતિમા ગ્રાહકો પાસેથી વધુ ભાવ ન લે તેની તાકીદ કરવામાં આવી હતી.તે સહિતના સૂચનો સાથે કોરોના વાયરસની માહિતી આપવામાં આવી હતી. જ્યારે તાલુકાભરમાં એક પણ કેસ કોરોના વાયરસ નો નોંધાયો નથી જેના કારણે હાલ તો તંત્ર હાશકારો અનુભવે છે.

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here