શહેરા : લુણાવાડા હાઈ-વે સિંધી ચોકડી નજીક કાપડની દુકાનમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

શહેરા નગરમા હાલોલ શામળાજી હાઇવે માર્ગને અડીને સિંધી ચોકડી વિસ્તારમાં આવેલ સિદ્ધિવિનાયક કાપડની દુકાનમાં કોઈ કારણસર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સ્થાનિક યુવાનો દ્વારા શરૂઆતમાં પાણીનો મારો શરૂ કરી દેવામાં આવ્યો હતો સાથે સ્થાનિક તંત્રને ફાયર ફાઈટર વિભાગને જાણ કરવામાં આવી હતી જેને લઇને થોડીવારમાં જે જગ્યાએ આગ લાગી હતી એ કાપડની દુકાન ખાતે ફાયર ફાઈટર આવી જતા પાણીનો મારો શરૂ કરી દીધો હતો. સાથે આ કાપડની દુકાન આજુબાજુના સ્થાનિક લોકો પણ આગને લઇને ચિંતિત થઈ ઉઠયા હતા. જોકે તાલુકા મથક ખાતે ફાયર ફાઈટરની સુવિધા ન હોવાથી છાશવારે ગોધરા અને લુણાવાડાથી ફાયર ફાઈટર બોલાવવાની જરૂર અવશ્ય પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here