શહેરા બી.ઓ.બી નાં એટીએમ આગળ કોરોના વાયરસના સંક્રમણને રોકવા માર્કિંગ સર્કલ બનાવવા જરૂરી

શહેરા,તા-૩૧-૦૩-૨૦૨૦

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

આજે સમગ્ર વિશ્વ કોરોના વાયરસના પ્રકોપનાં કારણે હેરાન પરેશાન થઇ રહ્યું છે અને આ મહામારીને જન્મ આપનાર ચીન આરામથી મોજ માણી રહ્યું છે, જેના કારણે આજે સમસ્ત માનવ જીવન ચીનને દુસ્મનની નજરે જોવા મજબુર બની ગયું છે. તેમછતાં કોરોના વાયરસને લઈને ચીને જે પ્રકારે લોકડાઉન કરી તેનો સામનો કર્યો હતો એને અનુશરીને ભારત સરકાર દ્વારા ભારતભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સરકારએ આ લોકડાઉનને લઈને અનેક નિયમો બહાર પડ્યા છે અને એ નિયમોનું ચુસ્તપણે અમલ થાય એવી આશાએ દરેક સરકારી,અર્ધસરકારી અને જાહેર જનતાને અપીલ કરી છે. તેમ છતાં પંચમહાલ જિલ્લાનાં શહેરા નગરમાં બી.ઓ.બી નાં એટીએમ આગળ કોરોનાને આમાંત્રિત કરવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.

શહેરા સહિત સમગ્ર જિલ્લામાં પોલીસ પ્રશાસન અને સ્થાનિક જવાબદાર અધિકારીઓ લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવી રહ્યા છે. જ્યારે ગત રોજ બેંક ઓફ બરોડા અને એ ટી એમ ખાતે રૂપિયા ઉપાડવા માટે બેંક ખાતેદારોની લાઈન લાગી હતી. લાઈનમાં ઉભેલા લોકો એકબીજાને અડીને ઊભા હતા. ત્રણ ફૂટ જેટલુ અંતર રાખતા નહતા જેના કારણે લોકડાઉનને લઈને સરકાર દ્વારા જાહેર કરેલ નિયમોનું પાલન થઈ રહયુ ના હતુ. ત્યારે આવી પરિસ્થિતિમાં બેંક દ્વારા બેંક ખાતે આવતા તેમજ એટીએમ ઉપર રૂપિયા ઉપાડવા જતા ખાતેદારોના હિત માટે માર્કિંગ સર્કલ બનાવવા જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here