શહેરા પ્રજાપિતા બ્રહ્મા કુમારીઝ ઈશ્વરીય વિદ્યાલય કેન્દ્ર દ્વારા શહેરા પોલીસ જવાનોને કોરોના વાયરસની મહામારી ચાલતા લોકડાઉનની સ્થિતિમાં ભોજનની વ્યવસ્થા પુરી પાડવામાં આવી

શહેરા,

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

ચીનના વુહાન શહેરમાંથી કોરોના વાયરસનાની શરૂઆત થઈ હતી અને જોતજોતામાં વિશ્વના મોટા ભાગના દેશોમાં આ મહામારીએએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે જેને લઈને ભારત સરકાર દ્વારા પણ સમગ્ર દેશમાં ૨૧ દિવસનું લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેમાં આ લોકડાઉનની પરિસ્થિતિને પહોંચી વળવા માટે દેશના સરકારી ઉપરાંત ખાનગી વ્યવસાય સાથે સંકળાયેલા તબીબો પણ આ મહામારીના અજગરી ભરડાને નાથવા માટે ખભાથી ખભો મેળવી ભગીરથ કાર્યમાં જોડાયા છે . તેની સાથે પોલીસ વિભાગ પણ આ કાર્યમાં જોડાયું છે. લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે કેટલીયે સંસ્થાઓ અને મંડળો ઉપરાંત સોસાયટી વિસ્તારના રહીશો દ્વારા સ્વૈચ્છીક રીતે પોલીસની ઉપાહારથી લઈ ભોજનની સેવા પૂરી પાડવામાં આવે છે જે અંતર્ગત છેલ્લા ૧૮ દિવસથી રાત દિવસ ખડે પગે સેવા કરતા પોલીસ જવાનોની સાથે હોમગાર્ડસ અને ટ્રાફીકના જવાનોને શનિવારના રોજ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિદ્યાલય શહેરાના કેંદ્ર ખાતે રતનદીદી દ્વારા બપોરના ભોજનની સેવા પૂરી પાડવામાં આવી હતી.જેમાં લગભગ તમામ પોલીસ કર્મીઓએ અવસરનો લાભ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here