શહેરા પોલીસ સ્ટેશન ખાતે લોકડાઉન દરમિયાન ડીઈટેન કરેલા વાહનોને દંડ વસુલ કરી મુક્ત કરવામાં આવ્યા

શહેરા,

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

કુદરતને વારે ઘડીએ પડકાર આપનાર ચીનમાંથી જન્મ લઇ આજે સમગ્ર વિશ્વમા હાહાકાર મચાવનાર કોરોના વાયરસે ભારતને પણ પોતાના અજગરી ભરડામાં લીધું છે, જેનાં કારણે આજે ભારતમાં ૧૦ હજારથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગયા છે અને કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તેમછતાં સદભાગ્યે કહો કે પછી ભારત સરકારે આગમચેતીનાં ભાગરૂપે સમસ્ત ભારતભરમાં લોકડાઉન જાહેર કરી દીધું હતું જેના લીધે ભારતમાં કોરોના સંક્રમણનો આંકડો કાબુમાં રહ્યો છે. ભારત સરકારે સમય સુચકતાને માન ૨૧ દિવસ સુધીનો લોકડાઉનનો સમય આપ્યો હતો જેમાં પંચમહાલ જિલ્લા પોલીસે મહામહેનતે ખડેપગે ઉભા રહી લોકડાઉનનું ચુસ્તપણે અમલ કરાવ્યું હતું, એ દરમિયાન અમુક કામ વગર રખડવાની આદતે ટેવાયેલા લોકો પોતાના દ્વિચક્રી વાહન લઈને ફરતા રહેતા હતા ત્યારે લોકડાઉનનાં નિયમોનું પાલન કરાવવા શહેરા પોલીસે અનેક વાહનોને ડીઈટેન કર્યા હતા. જે બાબતે ગુજરાત રાજ્ય પોલીસ વડાશ્રી શિવાનંદ ઝાએ હુકમ કરી જણાવ્યું હતું હતું કે લોકડાઉન દરમિયાન ડીઈટેન કરેલ વાહનોને આર.ટી.ઓ કચેરી બંધ હોવાનાં કારણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી દંડ વસુલ કરી મુક્ત કરી શકાશે. જે બાબતને ધ્યાનમા લઇ ગત રોજ શહેરા પોલીસ દ્વારા દ્વિચક્રી વાહનોને દંડ વસુલ કરી મુકત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમાં શહેરા પોલીસ દ્વારા લોક ડાઉનના 20 દિવસમાં બાઈક સહિતના 100 થી વધુ વાહનો ડીઈટેન કરવામાં આવ્યા હતા. જેમાંથી ગત રોજ ૫૮ વાહનોનાં નિયમ મુજબ દંડ વસુલ કરી એટલે કે ૫૮ વાહનોનો 1,૪૭,૫૦૦ રૂપિયા દંડ વસુલ કરી વાહનો મુક્ત કરવામાં આવ્યા હતા. જેને લઈને શહેરા પોલીસ સ્ટેશન ખાતે ખુબજ લોકોનો જમાવડો થયો હતો ત્યારે શહેરા પોલીસે લોકડાઉનનાં નિયમોને ધ્યામ રાખીને તેમજ સંક્રમણની પરિસ્થિતિ નિર્માણ ના પામે એ રીતે લોકો વચ્ચે અંતર રાખી કામગીરી હાથ ધરી હતી જેને લઇને પોલીસ મથક ખાતે બાઈક છોડાવવા માટે સવારથી જ તેના માલિકો લાઈનમાં ઊભા રહેલા નજરે પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here