શહેરા પોલીસે મિરાપૂર ગામે યુવકની ઘાતકી હત્યામાં સામેલ હત્યાના આરોપી સહિત ૩ (ત્રણ ) જણાને ગણતરીના કલાકોમાં ઝડપી પડ્યા…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

શહેરા તાલુકાના મિરાપૂર ગામે જમીન સબંધી મામલે ૨૭ વર્ષીય યુવકની ઘાતકી હત્યામાં સામેલ હત્યાના આરોપી સાથેનો અન્ય એક આરોપી મળી આવ્યો નહીં.

શુક્રવારના રોજ શહેરાથી ૧૩ કી. મી. દૂર ગોધરા હાઇવે તરફ આવેલા શહેરા તાલુકાના છેલ્લા ગામ મીરાપૂર ગામે હાઇવેને અડોઅડ આવેલી મોકાની જમીન સંદર્ભે ગોધરા તાલુકાના નસીરપૂર ગામના સાદડ ફળિયામાં રહેતા અને જમીનની લે વેચના વ્યવસાય સાથે સંકળાયેલા ભરત હાજાભાઈ ચારણ (ગઢવી ) ને જમીનના મૂળ માલિક દલપત ઉર્ફે ભલો વેચાતભાઈ બામાણિયા તેમજ તેની બંને પત્નીઓ,પુત્ર અને જમાઈ સાથે બોલાચાલી થતા દલપત ઉર્ફે ભલાએ ૨૭ વર્ષીય યુવક ભરત હાજાભાઈ ચારણ (ગઢવી ) ને માથામાં તેમજ હાથ પર ધારીયું મારતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું અને ઘટનાને અંજામ આપી દલપત ઉર્ફે ભલો તેની બે પત્નીઓ પુત્ર અને જમાઈ ત્યાંથી ભાગી છૂટયા હતા. મૃતક ભરત ચારણ ( ગઢવી ) ના સંબંધીઓ દ્વારા વહેલી તકે હત્યાના આરોપીને પકડી પાડવાની માંગ ઉઠતા પોલીસ તંત્રે ગણતરીના કલાકોમાં જ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ દલપત ઉર્ફે ભલા વેચાતભાઈ બામાણિયા, તેની એક પત્ની લીલાબેન દલપત ઉર્ફે ભલા બામાણિયા પુત્ર ધર્મેન્દ્ર દલપત ઉર્ફે ભલા બામાણિયા તમામ રહેવાસી મીરાપુર તાલુકો શહેરા અને જમાઈ હરીશ રાયજીભાઈ પગી રહે. હાસાપુર તાલુકો શહેરાને ડિટેન કરી દેવામાં આવ્યા હતા જ્યારે કે દલપત ઉર્ફે ભલાની બીજી પત્ની નામે લીલા ઉર્ફે અનસૂયા મળી આવી નહતી. તેની ભાળ મેળવી તેણીને ડિટેન કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

હત્યાનો આરોપી દલપત ઉર્ફે ભલા વેચાતભાઈ બામાણિયા તેની એક પત્ની,પુત્ર અને જમાઈને ડિટેન કરી તબીબી પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે અને ત્યારબાદ તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે, સાથે જ હત્યાના આરોપીની બીજી પત્નીને ડિટેન કરવાના પ્રયત્નો ચાલુ છે અને હત્યાના આરોપીના ઘરે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ બંદોબસ્ત ચાલુ રાખવામાં આવ્યો છે.
:- એન.એમ. પ્રજાપતિ,શહેરા પી.આઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here