શહેરા : પેટ્રોલ ડીઝલમાં ધરખમ ભાવ-વધારાના વિરોધમાં શહેર તાલુકા કોંગ્રેસ સમિતિએ મામલતદારને આવેદનપત્ર આપ્યું…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

પંચમહાલ જીલ્લાના શહેરામાં તાલુકા કોગ્રેસ સમિતિ દ્વારા સેવા સદન ખાતે મામલતદાર મેહૂલ ભરવાડને પેટ્રોલ ડીઝલના અસહ્ય ભાવ વધારાને લઇને આવેદન પત્ર આપવામા આવ્યુ હતુ. જેમા કોંગ્રેસના યુવાકાર્યકરો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.

મળતી માહિતી મુજબ આજ રોજ શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિના કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો બસ સ્ટેશન પાસે એકત્રિત થયા હતા અને લોકડાઉનમા વધતા જતા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે વિરોધ કરીને સત્તાધારી સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડે તે સહિતના અનેક સૂત્રોચ્ચાર કર્યા હતા. તાલુકા સેવાસદન ખાતે કોંગ્રેસ અગ્રણી, તખત સિંહ સોલંકી, દુષ્યંત સિંહ ચૌહાણ, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ પર્વતસિંહ ચૌહાણ અને કોગ્રેસ સમિતીના પ્રમુખ આરત સિંહ પટેલ, તેમજ કોંગ્રેસ ઉપપ્રમુખ જે.બી.સોલંકી, રંગીતસિંહ પગી સહિત કાર્યકરોએ મામલતદાર મેહુલ ભાઈ ભરવાડને વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને આવેદન આપ્યું હતુ. આવેદનપત્રમા જણાવામા આવ્યુ હતુ કે” છેલ્લા ત્રણ મહિનામા ડીઝલ પેટ્રોલ અને એકઝાઈટ ડ્યૂટીમા ગેરવાજબી વધારાથી ગુજરાતની પ્રજા અસહ્ય પીડા સહન કરી રહી છે. અત્યારે પ્રજા આરોગ્યલક્ષી અને આર્થિક મહામારીનો સામનો કરી રહી છે. ત્યારે ભાવ વધારો કરીને સત્તાધારી સરકાર પ્રજાની હાડમારીમાથી નફાખોરી કરી રહી હોવાનો આક્ષેપ કરવામા આવ્યો હતો. તેમજ ૭ થી ૨૬ જુન સુધીમા પેટ્રોલ ૮.૮૭ અને ડીઝલમા ૧૦.૮૦ રૂપિયાનો વધારો કરવામા આવ્યો હતો. કોંગ્રેસ અગ્રણીઓએ આપેલા આવેદનપત્રને મામલતદાર દ્વારા સરકાર સુધી પહોંચાડવાની ખાત્રી આપવામાં આવી હતી. જ્યારે લોકડાઉનમા પ્રજાજનોને ઘણી હાલાકી વેઠવી પડી રહી છે. અને તેવા સમયે જૂન માસમાં સતત પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધતો જતો હોવાના કારણે મધ્યમ અને સામાન્ય વર્ગના લોકો વધુ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here