શહેરા નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના પ્રારંભે જ વીજળી ડુલ થતા તંત્રની પ્રિ-મોન્સુન કામગીરી પર અનેક સવાલો ઉભા થયા…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં ગતમોડી સાંજે વરસાદી માહોલ સર્જાયો હતો. કડાકા ભડાકા સાથે પડેલા વરસાદને કારણે વાતાવરણમા પલટો આવ્યો હતો. ત્યારે શહેરાનગર સહિત ગ્રામીણ વિસ્તારોમાં વીજળી ડુલ થઇ જતા જવાબદાર તંત્રની પ્રિમોન્સુન કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થયા હતા.

પંચમહાલ જીલ્લામાં ગત મોડી સાંજે શહેરા નગર અને તાલુકામાં વાતાવરણમાં એકાએક કાળાડીંબાગ વાદળો ઉમટી આવ્યા હતા. અને વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદને પગલે શહેરાનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેમજ વરસાદની સિઝનમા વીજ પુરવઠો ડુલ થવાની સમસ્યા છાસવારે ઉભી થતી હોય છે. એકબાજુ વીજવિભાગ ચોમાસા પહેલા પ્રિમોન્સુનની કામગીરી કરે છે. પરંતુ વરસાદના પ્રારંભે જ લાઇટ ડૂલ થતા વીજ કચેરીની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે. ગતમોડી સાંજે પણ શહેરાનગરમાં પણ વરસાદ શરૂ થતા જ નગર અને ગ્રામીણ વિસ્તારમા પણ લાઈટો ડૂલ થઈ ગઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here