શહેરા નગર પાલિકા વિસ્તારમાં આવશ્યક ચીજ-વસ્તુ સિવાયની તમામ દુકાનો બંધ રાખવા પ્રસાશન દ્વારા જાહેર અપીલ…

શહેરા,

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

જીલ્લા સમાહર્તાના જાહેરનામામાં ઉલ્લેખ કર્યા અનુશાર નગર પાલિકા વિસ્તારમાં આવશ્યક ચીજ -વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રેહશે..

દુકાનદારે તથા ગ્રાહકે ચહેરા પર માસ્ક ફરજીયાત પહેરવાનું રેહશે તેમજ 6 ફૂટ જેટલું સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રેહશે…

પ્રવર્તમાન સમયમાં સમગ્ર માનવ જીવન કોરોનાના કહેરથી હેરાન પરેશાન થઇ રહ્યું છે, દુનિયાના ખ્યાતનામ એવા અનેક દેશો કોરોનાની સામે ઘૂંટણે પડ્યા છે જયારે જગત જમાદાર એવા અમેરિકાની દશા દુર્દશા બની ગઈ છે. અમેરિકામાં બાર લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઇ પીડાઈ રહ્યા છે જ્યારે 72 હજારથી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભારતમાં પણ કોરોનાનો અજગરી ભરડો ધીરે-ધીરે વધી રહ્યો છે હાલ ઉગતા-આથમતા સુરજની સાથે દેશ સહિત ગુજરાત રાજ્યમાં પણ કોરોના સંક્રમીતોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે.આજે ગુજરાતમાં પણ છ હજારથી વધુ પોઝિટીવ કેસો થઇ ગયા છે જ્યારે પંચમહાલ જીલ્લામાં 56 થી વધુ કોરોના સંક્રમીતોની સંખ્યા સામે આવી રહી છે. જેના માટે સરકાર દ્વારા પંચમહાલ જિલ્લાને રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને રેડ ઝોન એટલે કે ભયના નિશાન ચિન્હોના કારણે જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા અમુક આવશ્યક ચીજ-વસ્તુને બાદ કરી તમામ ધંધા-રોજગાર તેમજ દુકાનો બંધ રાખવાનું ફરમાન કરવામાં આવ્યું છે, જેને અનુરૂપ ગત રોજ શહેરા નગર પાલિકા દ્વારા જાહેર અપીલ રૂપે નગરમાં લાઉડસ્પીકર થકી જાણકારી આપવામાં આવી હતી.

અમારા પ્રતિનિધિ થકી મળતી વિગતો મુજબ શહેરા નગર પાલિકા વિભાગ દ્વારા ગતરોજ માઈક થકી મોટા અવાજે સમસ્ત શેહેરા નગરમાં જાહેરાત કરવામાં આવી હતી કે કોરોના વાયરસ કોવિડ-19 મહામારીના સંદર્ભમાં જરૂરી લોકડાઉન-01, લોકડાઉન-02 અને લોકડાઉન-03 ની મુદત તા- 17-05-2020 સુધી લાગુ કરવામાં આવેલ છે. પંચમહાલ જીલ્લા સમાહર્તાના જાહેરનામામાં ઉલ્લેખ કર્યા અનુશાર શહેરી વિસ્તારમાં એટલે કે શહેરા નગર પાલિકા વિસ્તારમાં ફક્ત આવશ્યક ચીજ -વસ્તુઓ સિવાયની કોઈ પણ દુકાન ખોલવાની રેહશે નહિ.અને જો કોઈ દુકાનદાર પોતાની દુકાન ખોલશે તો તેના ઉપર જાહેરનામાં ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે. આવશ્યક સેવાઓમાં શાકભાજી,દૂધ, કરિયાણું મેડીકલ સ્ટોર્સના વેપારીઓએ વિતરણ સમયે 6 ફૂટનું સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવી રીતની વ્યવસ્થા કરવાની રેહશે તથા દુકાનદારે તથા ગ્રાહકે ચહેરા પર માસ્ક ફરજીયાત પહેરવાનું રેહશે, અને માલ સામન વિતરણનો સમય સવારના 9 : 00 થી 12 કલાક સુધીનોજ રેહશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here