શહેરા નગર ખાતે દવાખાનું ચલાવતા ગોધરાના રહેવાસી એવા ડોક્ટરનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા તબીબી આલમમાં હડકંપ…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

શહેરા નગરમા એસ.જે. દવે હાઈસ્કૂલ પાસે આવેલ શીફા દવાખાના ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ સહિત તંત્ર હરકતમાં આવ્યું હતુ. હાલ ખાનગી દવાખાનાનો ડોક્ટર વડોદરા ખાતે સારવાર હેઠળ છે.

ગોધરા ખાતેથી મોહસીન વસ્કા શહેરા ખાતે એસ.જે.દવે હાઈસ્કૂલ પાસે ખાનગી શીફા દવાખાનુ ચલાવે છે તેઓ કોરોના મહામારી વચ્ચે રોજિંદા પોતાના દવાખાના ખાતે આવીને દર્દીઓની સારવાર કરી રહ્યા હતા. હાલ તેમનો પોતાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તબીબી આલમમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ ખાનગી દવાખાનાનો ડોક્ટર વડોદરા ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે સ્થાનિક આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દવાખાનાની મુલાકાત લેવા ગયા ત્યારે તાળા લટકતા જોવા મળી રહ્યા હતા. મહત્વની વાત એ છે કે આ ડોક્ટર દ્વારા અત્યાર સુધીમાં કેટલા દર્દીઓની સારવાર કરી હશે અને તેમનો સ્ટાફ પણ સંપર્કમાં આવ્યો હશે..!! ત્યારે કોરોનાનું સંક્રમણ વધુ વધે નહીં તે માટે આરોગ્ય વિભાગ પોતાની નૈતિક ફરજ સમજીને આ બાબતે દર્દીઓની અને સ્ટાફની યાદી મંગાવીને સ્વાસ્થ્યની તપાસ કરે તે જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here