શહેરા નગરમા મફત ગેસ બોટલની અફવા ફેલાતા એજન્સી પર લોકો ઉમટી પડ્યા….

શહેરા,તા-03-04-2020

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

શહેરા મા ગેસ બોટલ મફત મળશે તેમ જાણી ને મોટી સંખ્યામાં લોકો ગેસ એજન્સી ખાતે ઉમટી આવ્યા હતા. જ્યારે મામલતદારે ગેસ બોટલ મફત મળશે તે અફવા હોવાનું જણાવ્યું હતું.

શહેરા તાલુકામાં ગેસ બોટલ મફત મળશે તેવી વાત વાયુવેગે સમગ્ર તાલુકામાં ફેલાઈ ગઈ હતી. તાલુકા મથક ખાતે આવેલ ગેસ એજન્સી ખાતે મોટી સંખ્યામાં લોકો ગેસનો બોટલ મફત મળશે તેવી આશા સાથે ઉમટી આવ્યા હતા. જ્યારે ગેસ એજન્સી ખુલ્લી ન હોવાથી ગેસનો બોટલ મફત લેવા આવે લોકોને પરત જવું પડ્યું હતું. તેમ છતાં દિવસ દરમિયાન આ ગેસ ની એજન્સી ખાતે મફત ગેસ મેળવવા માટે લોકોની અવર-જવર જોવા મળી હતી.જ્યારે આ બાબતે મામલતદાર મેહુલ ભરવાડ ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા કોઈ આવો પરિપત્ર થયો નથી . અને ગેસનો બોટલ મફત આપવામાં આવશે તેવી માત્ર અફવા છે. જેથી તાલુકાના પ્રજાજનોએ આવી અફવાથી દૂર રહેવા માટે તેઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી. જ્યારે તાલુકામાં આવેલી સસ્તા અનાજની દુકાનોમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રેશનકાર્ડ ધારકો ને અનાજ નુ વિતરણ કરવામાં આવી રહયુ હતુ …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here