શહેરા નગરમાં સિંધી સોસાયટીનાં રહીશો દ્વારા કોરોનાની સામે જંગ લડનાર સફાઈ કર્મીઓનું ફૂલહાર કરી સ્વાર્ગત કરાયું…

શહેરા,

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

પંચમહાલ જિલ્લામાં કોરોના વાઈરસના દર્દીઓમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરામાં નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ રાબેતા મુજબ પોતાની ફરજ બજાવતા હોય છે. જ્યારે સફાઈ કામદારો લોક ડાઉનની પરિસ્થિતિ વચ્ચે નગરને સ્વચ્છ રાખવા માટે વિસ્તારમાં સવારથી જ સફાઈ સેવા શરૂ કરી દેતા હોય છે સાથે નગરપાલિકાની ટીમ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં સેનીટાઈઝરનો છંટકાવ કરવામાં આવી રહ્યો હતો. જેને લઇને નગરજનોએ નગરપાલિકાની કામગીરીને બિરદાવી હતી. સાથે જે સફાઇ કામદારો આવી પરિસ્થિતિમાં નગરને સ્વચ્છ રાખી રહયા હોવાથી સિંધી સોસાયટીના રહીશોએ સફાઈ કામદારો સહિતના કર્મીઓનું ફૂલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. અને તાલીઓના અવાજ સાથે તેમની કામગીરીને બિરદાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here