શહેરા નગરમાં વગર પરવાનાએ બમણા ભાવ લઇ ખાતરનું વેચાણ કરતો વહેપારી ઝડપાયો

શહેરા,

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

શહેરા મા કરિયાણાની દુકાનમાં લાયસન્સ વગર ખાતર નું વેચાણ થતું હોવાને લઈને મામલતદાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકા સહિતની ટીમ દ્વારા મામલતદાર અને પોલીસની ઉપસ્થિતિમાં કરિયાણાની દુકાન અને વખાર ને સીલ મારીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

શહેરા નગર વિસ્તારમાં બસ સ્ટેન્ડ પાસેથી મામલતદાર મેહુલ ભરવાડ અને પોલીસ મથકના પી.એસ.આઇ જયેશ ભરવાડ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન નારાયણદાસ ત્રિલોક ચંદાણી ની કરિયાણાની દુકાનમાં ખાતર નું વેચાણ થતું તેમને જોવા મળેલ હતું. જેને લઇને તેઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા દુકાનદાર દ્વારા લાયસન્સ વગર અને વધુ ભાવ લઈને ખાતર નું વેચાણ થતું હોવાનું તેઓને માલુમ પડ્યું હતું. જેથી મામલતદાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાથે નગરપાલિકાની ટીમ આવી જતા મામલતદાર અને પોલીસ તંત્ર ની ઉપસ્થિતિમાં કરિયાણાની દુકાન અને વખાર ને સિલ મારીને નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેને લઇને છૂપી રીતે ખાતર નું વેચાણ કરતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here