શહેરા નગરમાં લોકડાઉન દરમ્યાન પોતાની પવિત્ર ફરજ નિભાવી કવરેજ કરતા પત્રકાર પર રખડતા-ફરતા બાઈક ચાલકનો હુમલો…

શહેરા,(પંચમહાલ)

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

શહેરા મેઇન બજારમાંથી પસાર થતા બાઇકચાલકને ફરજ પરના પોલીસ સ્ટાફે રોકતા પત્રકાર દ્વારા કવરેજ કરવામાં આવી રહયુ હતું

બાઈકચાલક એ ફરજ પરના પોલીસ સ્ટાફ સાથે અસભ્ય વર્તન કર્યું તેમજ પત્રકારને માર માર્યો

લોકડાઉનનો ભંગ કરનાર બાઈક ચાલક નીતિ નિયમોને અબાબીલનાં તાવીજની જેમ ઘોળીને પી ગયો..જાણે કોઈ મોટું માથું હોય એમ કરી રહ્યો હતો ખુલ્લેઆમ દાદાગીરી…

હાલ વિશ્વભરમાં ફેલાઈ રહેલ નોવેલ કોરોના વાયરસને લઈને માનવ જીવન હેરાન પરેશાન થઇ રહ્યું છે, જેના કારણે હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કોરોના વાયરસને વેશ્વિક મહામારી જાહેર કરેલ છે અને આ વાયરસના સંક્રમણને અટકાવવા દુનિયાભરના અનેક દેશોએ પોતાના દિનચર્યાના કામો સહિત ધંધા રોજગાર બંધ કરી લોકડાઉન જાહેર કરી દીધું છે. જેને અનુરૂપ ભારત સરકાર દ્વારા પણ સમસ્ત ભારત દેશમાં ચુસ્તપણે લોકડાઉનનું અમલ કરવા જણાવાયું છે. માટે પંચમહાલ જિલ્લા સહિત શહેરા નગરમાં હાલ બીજા તબક્કાના લોકડાઉનની અમલવારી ચાલુ છે.

આ લોકડાઉનમાં ગરીબથી લઈને માધ્યમ વર્ગના તમામ લોકો દરેક રીતે હેરાન પરેશાન થઇ રહ્યા છે તેમછતાં “જાન હૈ તો જહાન હૈ ” નાં સુત્રને માન આપી લોકડાઉનનું ચુસ્તપણે અમલ કરી પ્રશાસનને મદદરૂપ થઇ રહ્યા છે, કારણ કે હાલ કોરોના જેવા જીવલેણ વાયરસની સામે તેમજ લોકડાઉન જેવા કપરા સમયમાં સફાઈ કર્મીઓ, આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ અને પત્રકારો પોત પોતાની રીતે એકબીજાને સાથ સહકાર આપી એટલે કે હિમ્મત વધારી આ મહામારીનો સામનો કરી રહ્યા છે. આ માનવભક્ષી કોરોના વાયરસનાં સંક્રમણથી બચવા દરેક નાગરિક પોત પોતાના ઘરોમાં કેદ છે… અને લોકડાઉનનું પાલન કરાવવામાં માટે પોલીસ કર્મીઓ તેમજ પત્રકારો પોતાના ઘર પરિવારથી દુર રોડ રસ્તા પર ઉભા રહ્યા છે, શું તેઓ એવું ઈર્ચ્છી રહ્યા છે કે જ્યારે શાંજે ઘરે પરત ફરે તો પોતાની સાથે કોરોના વાયરસ લઈને જાય…!!?? શું તેઓને પોતાની અને પોતાના પરિવારજનોની ફિકર ચિતા નહિ હોય…!!?? તેમછતાં આજે પણ રાત દિવસ પોતાની પવિત્ર ફરજ નિભાવી તેઓ દેશના હિત ખાતર દેશવાસીઓ માટે અડીખમ ઉભા છે… અને અમુક બની બેઠેલા નેતા જેવા બેજવાબદાર લોકો પોતાનો ખોખલો ર્રોપ ઝાડવા લોકડાઉનનો ભંગ કરી રહ્યા છે

શહેરા નગરમાં ગત રોજ શાંજનાં સમયે જોગેશ્વર મંદિર નાડા રોડ વાહન ચેક પોઈન્ટ ઉપર એક ઇસમ નામે હિમાંશુ ઉર્ફે કાનો સુમારમલ ખુશ્લાણી પોતાની મોટર સાઈકલ લઇ બિંદાસપણે લોકડાઉનનો ભંગ કરી ફરી રહ્યો હતો તે સમયે વાહન ચેક પોઈન્ટ પર ઉભા રહેલા હોમગાર્ડના જવાનોએ તેને રોકી ક્યાંથી આવો છો..?? ક્યા જાઓ છો..?? જેવા ઔપચારિક પ્રશ્નો પૂછતા સામા વ્યક્તિ જાણે કોઈ મહાન તોપ હોય એમ હોમગાર્ડ જવાનો સાથે અસભ્ય વર્તન કરવા લાગ્યો હતો તે દરમ્યાન લોકસત્તા જનસત્તાનાં પત્રકાર જીન્ગેશ શાહ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓએ એ રખડતા ફરતા વ્યક્તિનું અસભ્યતા ભર્યું વર્તન જોઈ પોતાના મોબાઈલથી વિડીઓ કરવાનું શરૂ કરી દીધું હતું ત્યારે ગામમાં રોફ ઝાડવા માટે નીકળેલ વ્યક્તિએ એટલે કે હિમાંશુ (કાના) એ પોતાની પવિત્ર ફરજ નિભાવતા પત્રકરને વિડીઓગ્રાફી બંધ કરવા કહેલ અને માં બેન સમાણી ગાળો બોલી હતી, તેમછતાં પત્રકાર પોતાની ફરજ ના ભૂલી વિડીઓગ્રાફી કરતા હતા ત્યારે એ માથાભારે જેવું વર્તન કરતા ઇસમે ઉસ્કેરાઈને પત્રકારને ગડદાપાટુનો માર મારવા લાગેલ અને તે સમયે ચેક પોઈન્ટ ઉપર ફરજ બજાવી રહેલા હોમગાર્ડ જવાનોએ પત્રકારને વધુ માર ખાતા બચાવેલ ત્યારે એ બાઈક ચાલક પત્રકારને જાનથી મારી નાંખવાની ધમકી આપી પોતાની બાઈક લઈને ફરાર થઇ ગયો હતો.

આ સમગ્ર બનાવની જાણ થોડા જ સમયમાં સમગ્ર શહેરા નગરમાં પ્રસરાઈ જતા ગામના સભ્ય સમાજે એ રખડતા ફરતા અને રોફ મારવા નીકળી પડેલા બાઈક ચાલક એવા હિમાંશુ પર ફીટકારની લાગણી વરસાવી હતી હતી અને પત્રકાર એટલે કે જીગ્નેશ શાહએ શહેરા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ લખાવી હતી અને શહેરા પોલીસે પણ તાત્કાલિક ગુનો દાખલ કરી લોકડાઉનનું ઉલંઘન કરનાર બાઈક ચાલક એવા હિમાંશુ ઉર્ફે કાનાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here