શહેરા નગરમાં લોકડાઉનનું ચુસ્તપણે અમલ,પોલીસ તંત્ર દ્વારા માર્ગો પર બેરીકેટ મુકાયા

શહેરા,તા-૩૦-૦૩-૨૦૨૦

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

શહેરામા લોકડાઉન નુ પાલન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા માર્ગો પર બેરીકેટ મૂકીને અવરજવર કરતાં વાહનચાલકો ને પૂછપરછ કરવામાં આવે છે.હાલ જે રીતે સમગ્ર દેશમાં લોક ડાઉન જેવી સ્થિતિ છે . તેવા સંજોગોમાં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની ખરીદી કે હોસ્પિટલના કામ વગર આંટા ફેરા મારતા લોકોને પોલીસે સમજાવ્યા હતા. જેઓ તેમ છતાં પણ નહીં સમજતા અને જાહેરનામાનો ભંગ કરી રહયા હતા તેવા વ્યક્તિઓને પી.આઈ એન .એમ. પ્રજાપતિ, પી એસ આઈ કુલદીપ સિંહ ઝાલા , જે .કે ભરવાડ અને સ્ટાફ દ્વારા પોલીસ મથક ખાતે લાવી ને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બાબતે પોલીસ મથકના પી.આઇ એન. એમ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે હાલ 14 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. હવે લોકડાઉન નુ કડક પાલન કરવા માટે વિવિધ વિસ્તાર મા પોલીસ દ્વારા વધુ પ્રેટોલિંગ હાથધરી ને સરકાર ના નિયમોનુ લોકો ને પાલન કરાવીશું અને બધા લોકો ઘર ની અંદર રહો સુરક્ષિત રહો તેવી અમારી અપીલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here