શહેરા નગરમાં લોકડાઉનના નિયમોનું ઉલંઘન થતા મામલતદારે કરી લાલ આંખ…બે દુકાનોને સીલ મારી કાયદેસરની કાર્યવાહી કરી…

શહેરા,

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

આજે સમગ્ર વિશ્વ કોરોનાના કહેરથી હેરાન પરેશાન થઇ રહ્યું છે ભારત સહીત ગુજરાતમાં પણ દિનપ્રતિદિન કોરોના સંક્રમીતોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે જેને ધ્યાનમાં લઇ સરકારે લોકડાઉનનું સમયકાળ વધારી ત્રીજા તબક્કાને ૧૭ મેં સુધી લંબાવી દીધો છે. હાલ માનવ જીવનને સુરક્ષિત રાખવા માટે એક માત્ર લોકડાઉન વિકલ્પ છે અને સરકાર સહીત સ્થાનિક જીલ્લા પ્રશાસન પણ લોકડાઉનને સુરક્ષા કવચની જેમ અમલમાં મૂકી રહી છે પરંતુ અમુક નાસમજ લોકો નજીવા સ્વાર્થ માટે પોતાના જીવ જોખમમાં મુક્તા રહે છે આવોજ એક બનાવ શહેરા નગરમાં સામે આવતા તંત્રએ લાલ આંખ કરી હતી.

શહેરા નગરમા લોકડાઉનનું જોઈએ તેટલુ પાલન ના થતુ હોવાની વ્યાપક બૂમો ઉઠવા પામી હતી. જ્યારે કરિયાણા સહિતની અન્ય દુકાનોમાં અમુક દુકાનદારો દ્વારા સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ઉલંઘન કરતા જોવા મળી રહયા હતા. જેને લઇને નગરપાલિકાના ચીફ ઓફિસર અર્જુનસિંહ પટેલ, મામલતદાર મેહુલ ભરવાડ તેમજ નગરપાલિકાના સેનેટરી ઇસ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ અને જીતેન્દ્ર જોષી સહિતનો સ્ટાફ નગર વિસ્તારમાં આવેલ બજારોમાં નીકળ્યા હતા. તે દરમિયાન સિંધી ચોકડી વિસ્તારમાં આવેલ હનુમાન કરીયાણા અને સંતોષ ઓટો પાર્ટ્સ આ બે દુકાનોમાં હાલના સરકારના નિયમોનુ પાલન ના થતુ હોવાનું ઉપસ્થિત અધિકારીઓને જોવા મળી રહયુ હતુ. જેને લઇને નગરપાલિકાની ટીમ દ્વારા ચીફ ઓફિસર અને મામલતદારની ઉપસ્થિતિમાં આ બે દુકાનોને સીલ મારીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નિયમોનુ કડક પાલન થાય તે માટે જિલ્લાના તંત્ર દ્વારા ઓચિંતી મુલાકાત લેવામાં આવે તે હાલની પરિસ્થિતિને દેખતા જરૂરી લાગી રહ્યું છે. તેમજ અમુક દુકાનોને મંજૂરી ના હોવા છતાં તે પણ ખુલ્લી જોવા મળતી હોય છે. ત્યારે નગરપાલિકા દ્વારા માત્ર દંડ નહી પણ હાલમાં જે પ્રકારની કાર્યવાહી બે દુકાનો સામે કરવામાં આવી છે. તે જ પ્રકારની કડક કાર્યવાહી આગળ પણ કરવામાં આવે તો નિયમોનું પાલન થતુ જોવા મળે તો નવાઈ જ નહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here