શહેરા નગરમાં પોલીસની અથાગ મહેનત અને ચુસ્ત બંદોબસ્ત હેઠળ લોકડાઉનનો ૧૧ મો દિવસ પણ પસાર….

શહેરા,તા-૦૫-૦૪-૨૦૨૦

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

શહેરામાં લોકડાઉન ના 11મા દિવસે પણ પોલીસ દ્વારા ચુસ્તપણે પાલન કરવામાં આવી રહયુ છે. પોલીસ દ્વારા 68 બાઇકો ડિટેઇન કરવામાં આવી છે. જ્યારે જાહેર નામાનો ભંગ કરતા 52 લોકો સામે કાર્યવાહી હાથ ધરી ને અટકાયત કરાઈ હતી. પોલીસ મથકના પી.આઈ એન.એમ. પ્રજાપતિ એ પ્રજાજનો ને ઘરમાં રહો સુરક્ષિત રહો કામ વગર બહાર ના નીકળો તેવી અપીલ કરવામાં આવી છે.

શહેરામાં લોકડાઉન ના 11મા દિવસે પ્રજાજનો નું સમર્થન મળતા માર્ગો સુમસામ નજરે પડી રહયા હતા. જીવન જરૂરીયાતની વસ્તુઓ લેવા કરીયાણા, શાકભાજી સહિત દુકાનોમાં લોકોની અવર-જવર જોવાઈ રહી હતી. કામ વગર માર્ગો પર બાઈક લઈને આંટા ફેરા મારતા વાહનચાલકો સામે પોલીસે લાલ આંખ કરીને 68 બાઇકો ડિટેઇન કરવામાં આવી હતી. જ્યારે જાહેરનામાનો ભંગ કરતા તેવા 48 જેટલા વ્યક્તિઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથધરી ને તમામની અટકાયત કરવામાં આવી હતી. નગરમાંથી પસાર થતા હાલોલ શામળાજી હાઇવે માર્ગ સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દસ જેટલા પોઈન્ટ પર ૨૦૦ થી વધુ પોલીસ સ્ટાફ ફરજ નિભાવી રહયો છે. જ્યારે પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એન. એમ. પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ નગર અને તાલુકામાં આવેલ સસ્તા અનાજની 95 દુકાનો ખાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્ડ ધારકોને અનાજ વિતરણ કરવામાં આવી રહયુ છે. લોકડાઉન નું ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા કામ વગર ઘરની બહાર નીકળતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.

બોક્સ – શહેરા લોક ડાઉન નું કડક પાલન કરવામાં આવે છે અમારા દ્વારા ૫૦ થી વધુ બાળકો ડિટેઇન કરવામાં આવી છે જ્યારે જાહેરનામાનો ભંગ કરતા ૫૦ થી વધુ વ્યક્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રજાજનો કામ વગર ઘરની બહાર ના નીકળો અને ઘરમાં રહો સુરક્ષિત રહો તેવી મારી અપીલ છે. જો તમે નિયમોનું પાલન નહી કરો તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here