શહેરા નગરમાં પેટે પાટા બાંધનારાઓની પડખે આવ્યા નવયુવાનો…”આજના સમયમાં તો અન્નદાન એજ મહાદાન છે”

શહેરા,

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

કોરોના વાયરસના કાળમુખી કહેરના કારણે સમગ્ર ભારતભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેના કારણે પંચમહાલ જિલ્લા સહિત શહેરા નગરમાંથી પસાર થતા જાહેર માર્ગો અને સોસાયટીના રસ્તાઓ સુમસામ નજરે પડી રહ્યા છે લોકો પણ લોકડાઉનનું ચુસ્તપણે અમલ કરી પોત-પોતાના ઘરોમાં કેદ થઇ ગયા છે ત્યારે આવા કપરા સમયમાં રોજ મજુરી કામ કરી પોતાના પેટનો ખાડો પુરતા શ્રમિકો ધંધા રોજગાર વગર નિસહાય બની બેઠા છે એવામાં શહેરાના નવ યુવાકો દ્વારા શ્રમિકોના ઘરે-ઘરે જઈને માનવ સેવા એજ પ્રભુ સેવાનાં સૂત્રને સાકાર કરી ચારેકોર માનવતાની મહેંક પ્રસરાવી છે જેમાં શહેરાના નવયુવાનો મયુર શાહ, નિકુંજ વાળંદ, કનુ વાળંદ, જીતેન્દ્ર જોષી, ધવલ વાળદ, ભુપતસિહ પરમાર, વિશાલ સોલંકી, આશિષ વાળંદ, ભાવિક, નિલ, પ્રશાંત, ભાવેશ શાહ જેવા નવયુવાનો એ જરૂરિયાત મંદ શ્રમિકો ને ભર પેટ ભોજન કરાવી પોતાની જાત ને ધન્યતા અનુભવી હતી જ્યારે નગર ના અગ્રણી મયુરભાઈ શાહ અને તેમના મિત્રો પાછલા બે દિવસથી શ્રમીકોને ભોજન પીરસી રહયા છે. કોરોના કહેર વચ્ચે શહેરા ના નવયુવાનો શહેરા નગરના વિવિધ વિસ્તારમાં જઇને સેવા કરતા નજરે પડી રહ્યા છે. શહેરા નગરના નવયુવાનોના આ કાર્ય ને ખરેખર માન સન્માન સાથે બિરદાવવા જેવો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here