શહેરા નગરમાં જાહેરનામાના ભંગ બદલ ૧૭ દુકાનદારો પાસેથી રૂપિયા 17,000 નો દંડ વસુલ કરાયો…

શહેરા,

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

શહેરા નગરપાલિકાની ટીમ, મામલતદાર,પોલીસ ઇન્સ્પેક્ટર તથા ચીફ ઓફિસર સાથે મળી બજાર વિસ્તારમાં નીકળ્યા

પ્રવર્તમાન સમયમાં માનવભક્ષી એવા કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં કોહરામ મચાવી દીધો છે, આજદિન સુધી સમસ્ત દુનિયામાં લાખો લોકો કોરોનાની ઝપેટમાં આવી સંક્રમિત થયા છે જયારે એક લાખથી પણ વધુ લોકેએ પોતાના જીવ ગુમાવ્યા છે. હાલ વિશ્વ સહીત ભારત સરકાર પણ કોરોનાથી મુક્તિ મેળવવા અથાગ મેહનત કરી રહી છે તેમજ સમગ્ર દેશમાં 24 માર્ચથી લાગુ કરેલ લોકડાઉનને ત્રીજા ચરણ સુધી એટલે કે 17 મેં સુધી વધારી દેવામાં આવ્યો છે તેમછતાં ભારત સહીત ગુજરાતમાં કોરોના પોઝિટીવ દર્દીઓમાં લગાતાર વધારો નોંધાઈ રહ્યો છે, અને રેડ ઝોનમાં સમાવેશ કરાયેલ પંચમહાલમાં આજ સુધી કોરોના સંક્રમીતોનો આંક 60 ઉપર પહોંચતા જીલ્લા પ્રસાશન દ્વારા લોકડાઉનના નિયમોને વધુ ચુસ્ત બનાવી દેવામાં આવ્યા છે જેથી શહેરા નગરપાલિકા દ્વારા તારીખ 7-5-2020 ના રોજ લોકડાઉનના જાહેરનામાનો અમલ કરાવવા માઇક થકી અને મીડિયા દ્વારા તેમજ જાહેર પત્રિકા દ્વારા જાહેર અપીલ કરી વેપારીઓ તથા ગ્રાહકોને અવગત કરવામાં આવેલ છે.
જે સંદર્ભે આજરોજ તારીખ 8- 5-2020 સવારે 7.00 કલાકથી 12.00 કલાક સુધીમાં નગરપાલિકાના બજાર વિસ્તારોમાં નગરપાલિકાની ટીમ, મામલતદાર સાહેબ ,પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ તથા ચીફ ઓફિસર સાહેબ સાથે મળી બજારની મુલાકાત લીધેલ હતી. જેમા લોકડાઉનનો અને મહેરબાન કલેકટર સાહેબ પંચમહાલ ગોધરાના તારીખ 4-5- 2020 ના જાહેરનામાના ભંગ કરવા બદલ નીચે મુજબના ૧૭ દુકાનદારો/વેપારીઓ પાસેથી રૂપિયા 17,000 નો દંડ વસુલ કરેલ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here