શહેરા નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી…

શહેરા નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાના એન્જિનિયર જીગ્નેશભાઈ શાહ ની ટીમ દ્વારા ૨૦ જેટલા મિલકત ધારકોના વેરો ન ભરતા નળ કનેકશન કાપવામાં આવ્યા હતા. નગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં 56% વેરા વસૂલાત કરવામાં આવી છે

શહેરા નગરપાલિકા દ્વારા માર્ચ મહિના ને લઈને વેરા વસુલાત ઝુબેશ હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર અર્જુનભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો દ્વારા નગર વિસ્તારમાં કડક વેરા વસૂલાત હાથ ધરવામાં આવતા મિલકત વેરો ન ભર્યો હોય તેવા મિલકત ધારકો માં ફફડાટ ફેલાવા પામ્યો હતો. નગરપાલિકાના એન્જિનિયર જિગ્નેશ ભાઈ શાહ ની ટીમ દ્વારા તળાવ મહોલો, અણીયાદ ચોકડી સહિત નગરના અન્ય વિસ્તારમા વેરો વસુલાત કરવા જતા ભરપાઈ ન કરતા ૨૦ જેટલા નળ કનેકશન કાપી નાખવામાં આવ્યા હતા. નગરપાલિકા ની વેરા વસુલાત ટીમ એ બે દિવસમાં બાકીદારો પાસેથી અંદાજે બે લાખ રૂપિયા ની વસુલાત કરી હતી જ્યારે નગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં 56% વેરો વસુલાત કરેલ છે . નગરપાલિકા દ્વારા ૭૩ લાખ રૂપિયા ની વસૂલાત બાકી છે ત્યારે આગામી દિવસોમાં મિલકત સીલ કરવાથી માંડીને ઢોલ નગારા સાથે કડક વેરા વસુલાત કરવામાં આવે તો નવાઈ નહી.

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here