શહેરા નગરપાલિકા દ્વારા નગર વિસ્તારને સેનેટાઇઝ કરવામાં આવ્યું…સાથે દવા છાંટવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ !

શહેરા,(પંચમહાલ)

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ,પાલિકા ઇજનેર જીજ્ઞેશભાઈ શાહ,જીતેન્દ્રભાઈ જોશી તેમજ પાલિકા સફાઈ કર્મીઓ દ્વારા અંધારી ભાગોળથી સેનેટાઇઝ કરવાની શરૂઆત કરવામાં આવી

આગામી સમયમાં નગરમાં આવેલા અંદરના વિવિધ વિસ્તારોમાં સેનેટાઇઝ કરવામાં આવશે

આજે સમગ્ર વિશ્વમાં વાયુવેગે ફેલાઈ રહેલા કોરોના વાયરસે માનવ જીવનને મુશ્કેલીમાં મૂકી દીધો છે, આજદિન સુધી કોરોનાના માનવભક્ષી પ્રકોપથી લાખો લોકો બીમાર થઇ ખાટલે ભેગા થયા છે જ્યારે એક લાખથી પણ વધુ લોકો ઠાઠડીએ સમેટાયા છે. તેમછતાં ભારત સહીત દુનિયાનો કોઈ પણ દેશ કોરોનાને નસ્તો નાબુદ કરવાનો એક પણ ઉપચાર શોધી શક્યો નથી જેથી આજે સમસ્ત વિશ્વ માટે લોકડાઉન એક માત્ર વિકલ્પ છે જેને ધ્યાનમાં લઇ ભારત સરકારે હાલ લોકડાઉનના સમયને ત્રીજા ચરણનો સ્વરૂપ આપી વધારી દીધો છે. અને આ લોકડાઉન દરમિયાન સ્થાનિક પ્રસાશન શહેર,નગર કે ગામમાં કોરોના વાયરસને અટકાવા સેનિટાઈઝ કરી એટલે કે દવા-કેમિકલનો છંટકાવ કરી માનવ જીવને રક્ષણ આપવાનું કામ કરતું હોય છે.

શહેરા નગરમાં કોરોના વાયરસ ફેલાવાના રક્ષણ સામે શનિવારના રોજ શહેરા નગરપાલિકા દ્વારા સેનેટાઇઝની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને સમગ્ર વિસ્તારમાં દવાનો પણ છંટકાવ કરવામાં આવ્યો હતો.સમગ્ર ભારતમાં કોરોના જેવી ગંભીર મહામારીએ માથું ઊંચક્યું છે અને મહારાષ્ટ્ર પછી ગુજરાતમાં કોરોનાના કેસો સૌથી વધુ છે અને વર્તમાન સમયમાં કૂદકે ને ભૂસકે એમાં વધારો થઈ રહ્યો છે જેને નાથવા માટે સરકાર અને વહીવટી તંત્ર રાતદિવસ તનતોડ મહેનત કરી રહ્યું છે જે સંદર્ભે શનિવારના રોજ શહેરા નગરપાલિકા દ્વારા સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ,પાલિકા ઇજનેર જીજ્ઞેશભાઈ શાહ,જીતેન્દ્રભાઈ જોશી તેમજ પાલિકા સફાઈ કર્મીઓ દ્વારા અંધારી ભાગોળથી સેનેટાઇઝ કરવાની શરૂઆત કરવામાં આવી હતી અને સાથો-સાથ દવાનો પણ છંટકાવ કરવામાં આવ્યો હતો જેમાં બેન્ક વિસ્તાર શાકભાજીની મંડીનો વિસ્તાર કે જયાં સૌથી વધુ લોકોથી પ્રભાવિત વિસ્તાર છે ત્યાં સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું.

શનિવારે શહેરાના મુખ્ય માર્ગો ઉપરાંત બેન્ક પરિસર વિસ્તાર શાકભાજી મંડી વિસ્તાર જ્યા લોકો વધુ અવરજવર કરે છે ત્યાં સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં નગરમાં આવેલા અંદરના વિવિધ વિસ્તારોમાં સેનેટાઇઝ કરવામાં આવશે.
જીતેન્દ્રસિંહ રાઠોડ, સેનેટરી ઇનસ્પકેટર નગર પાલિકા શહેરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here