શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિએ ખેડૂતો સહિતના અન્ય પ્રશ્નોને લઇને મામલતદારને આવેદનપત્ર આપ્યું….

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ મામલતદારને આવેદનપત્ર આપી વીજ બીલ સહીત, ઘર વેરા,કર વેરા, ખાનગી શાળાની ચાલુ સત્રની ફી તેમજ ખેડૂતોના દેવા માફી અંગેની રજૂઆત કરવામાં આવી હતી, જે બાબતે શહેરા મામલતદાર મેહુલ ભરવાડે તેઓની રજુઆતને ઉપર સરકાર સુધી તબદીલ કરવાની બાહેદારી આપી હતી.

અમારા પ્રતિનિધિ થકી મળતી માહિતી મુજબ પ્રવર્તમાન સમયે કોરોનાના કહેરને કારણે સમસ્ત વિશ્વ હેરાન પરેશાન થઇ રહ્યું છે ત્યારે કોરોનાના પ્રકોપને અટકાવા સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી અને હાલ લોકડાઉનનો ચોથો ચરણ ચાલી રહ્યો છે એવામાં આ લોકડાઉનના કારણે રોજ મજુરીકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા ગરીબ તેમજ મધ્યમ વર્ગની હાલત કફોડી બની ગઈ છે. આવા કપરા સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આર્થિક વિકલ્પરૂપે અન્ય બીજો કોઈ સહારો ના દેખાતા તેઓ નિરાધારની જેમ ચિંતામાં ગરકાવ થયા છે જેને ધ્યાનમાં લઇ આજરોજ પંચમહાલ જીલ્લાના શહેરા નગરમાં શહેરા મામલતદાર કચેરી ખાતે શહેરા તાલુકા કોંગ્રેસના અગ્રણી જે બી સોલંકી,વિરોધ પક્ષના નેતા દિલીપ સિંહ સહીત કોંગ્રેસ કાર્યકરોએ એકત્રિત થઇ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને એ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે હાલ કોરોનાની મહામારીના સમયમાં લોકડાઉનના કારણે ધંધા-રોજગાર બંધ હોવાથી દેશના નાગરિકોના હાલ બેહાલ થયા છે માટે સરકાર દરેક નાગરિકોના વીજ બીલ, ઘર વેરા,કર વેરા, ખાનગી શાળાની ચાલુ સત્રની ફી તેમજ ખેડુતના દેવા માફ કરે, જેથી ગરીબ તેમજ મધ્યમ વર્ગના પરિવારોને થોડી રાહત મળી રહે. અને શહેરા માલતદાર મેહુલ ભરવાડે પણ તેઓની રજુઆતને માન આપી આવેદનપત્ર સ્વીકાર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here