શહેરા તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કોરોના વાયરસ સામે રક્ષાત્મક ઉપાયો અંગે માર્ગદર્શન તેમજ હોમિયોપેથીક દવાઓનું વિતરણ મામલતદાર કચેરી શહેરા ખાતે કરવામાં આવ્યું.

વિશ્વના ૨૬૦ દેશોમાંથી મોટાભાગના દેશો કોરોના વાયરસની લપેટમાં આવી ગયા છે અને આવી મોટી મહામારી સામે લડવા માટે નવી નવી રસીની શોધ માટે વૈજ્ઞાનિકો મંડી પડ્યા છે.જો કે ભારતમાં આ મહામારીની અસર ઓછી જોવા મળી રહી છેટેમ છતાં પણ ભારત સરકારે સતર્કતા દાખવતા અગમચેતીના ભાગરૂપે પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.જેને અનુલક્ષીને શહેરા આરોગ્ય કચેરી દ્વારા શહેરા મામલતદાર કચેરીમાં ગુરુવારના રોજ પ્રાંત અધિકારી જય બારોટ ની અધ્યક્ષતામાં શહેરા મામલતદાર મેહુલ ભરવાડ અને તાલુકા આરોગ્ય અધિકારી ડો ભરત ગઢવીની ઉપસ્થિતિ વચ્ચે કોરોના વાયરસ સામે રક્ષાત્મક ઉપાયો અંગે માર્ગદર્શન તેમજ હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને કચેરીમાં આવનાર લોકોનું સેનેટાઇજેસન હેન્ડ વોશ કરી સમજ આપવામાં આવી હતી.ત્યારબાદ શહેરા નગરના વિવિધ સમાજના અગ્રણીઓ ઉપરાંત તમામ સરકારી કચેરીના અધિકારીઓ સાથે કોરોના સામેની લડાઈ કઈ રીતે લડવી તે અંગેનું પ્રાંત અધિકારી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here