શહેરા તાલુકા અને નગરમાં વારંવાર વીજળી ડૂલ થતા અસહ્ય ઉકળાટમાં લોકોને પડતી પારાવાર મુશ્કેલીઓ…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

M G V C L ની પ્રિ-મોન્સૂનની કામગીરી સામે ચીંધાતી આંગળીઓ સાથે મેન્ટેનન્સના નામે થતી કામગીરી પણ શૂન્ય…

થોડા વર્ષો અગાઉ સમગ્ર શહેરા તાલુકામાં ૬૬ કે.વી નું એક જ વિજમથક હતું અને તે સમયે વારંવાર ગમે ત્યાં ખામી સર્જાતા વીજળીની આવન-જાવન રહેતી. પરંતુ ત્યારબાદ તાલુકાના અન્ય મુખ્ય મથકોએ જેવા કે નાંદરવા,મોરવા રેણા, ખાંડીયા, પાનમડેમ વિસ્તારમાં વિજમથકો ઉભા કરવામાં આવ્યા. દર ચોમાસાની ઋતુના પ્રારંભ પહેલા M G V C L દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી કરવામાં આવે છે જેના કારણે વરસાદ પડવા દરમિયાન વીજપુરવઠો ખોરવાઈ નહીં પરંતુ શહેરામાં આનાથી તદ્દન વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે પ્રિમોન્સૂનની કામગીરી કરવામાં આવ્યા બાદ અને મંગળવારના રોજ વીજપુરવઠો બંધ રાખી મેન્ટેનન્સ કરવામાં આવે છે. પરંતુ પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જો ખરેખર ગંભીરતાથી કામગીરી કરવામાં આવી હોય તો દિવસમાં બે થી ત્રણ વખત વીજળી ડૂલ થવાનું કારણ શું ? શહેરામાં આવેલો વ્યાસવાડા વિસ્તાર કે જયાં કેટલીય વખત મૌખિક રજુઆત કરવામાં આવી છે કે વીજળીના વોલ્ટેજમાં વધારો ઘટાડો થાય છે જેના કારણે વીજળી સંચાલિત ઉપકરણોમાં નુકશાની વેઠવાનો વારો આવે છે. હાલમાં લોકડાઉનની પરિસ્થિતિમાં ધંધા રોજગાર ઠપ્પ પડયા છે આવક પણ સીમિત છે અને આવામાં કોઈ ઉપકરણ બગડે છે તો મધ્યમ વર્ગીય પરિવારને તો પડતા પર પાટું પડયા જેવો ઘાટ થાય છે. વીજળી જાય અથવા તો તે સંબંધિત કોઈ ફરિયાદ નોંધાવી હોય તો M G V C L ની કચેરીએ મુકવામાં આવેલો ફોન પર કોઈ જવાબ મળતો હોતો નથી અથવા તો સતત વ્યસ્ત આવતો હોય છે અને ઘણી વખત ભારત સંચાર નિગમની બલિહારીથી ટેલિફોન મૂંગામંતર પણ થઈ જતા હોય છે.. આમ શહેરા નગર અને તાલુકાના લોકો M G V C L ની વર્તમાન સમયની કામગીરીના કારણે હેરાન પરેશાન થયેલો જોવા મળે છે. ઉમરલાયક લોકોની આવી ગરમી અને બફારાની સ્થિતિમાં વીજળીના વારંવાર જવાથી બહુ દયનિય હાલત જોવા મળે છે. અધિકારીઓ તો વાતાનુકુલીત કક્ષમાં બેસી આદેશ ફરમાવતા હોય છે પણ જાતે આવી વસ્તુનો અહેસાસ કરે તો ખબર પડે કે લોકોની શુ હાલત થતી હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here