શહેરા તાલુકાની 290 જેટલી પ્રાથમિક શાળાઓ, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ટેબ્લેટનું વિતરણ..

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

શહેરા તાલુકાની 290 જેટલી તમામ પ્રાથમિક શાળાઓ, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું.બી.આર. સી.કો. શહેરા તેમજ એમ.આઇ. એસ.,અને ડેટા ઓપરેટર દ્વારા ટેબ્લેટ ઈન્સ્ટોલેશનનો ડેમો કરાવવામાં આવ્યો. આ ટેબ્લેટમાં ક્લેપડ, વર્ક પ્લેસ, વર્ક પ્લેસ ચેટ, માઈક્રોસોફ્ટ ટીમ્સ અને ક્યુ આર કોડ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરી તાલુકાના શિક્ષણને જીવંત બનાવવા માટે 25,000 ઉપરાંત જેટલા વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ કલાસ રૂમના માધ્યમથી શિક્ષણ આપવાનો એક સરકારનો અભિગમ છે. આ અભિગમને સાકાર બનાવવા માટે ટેબ્લેટ દ્વારા બાળકોને ટેકનોલોજી દ્વારા શિક્ષણ આપવાનું કાર્ય શાળા કક્ષાએથી થઇ શકશે. વર્તમાન સમયમાં શિક્ષકશ્રીઓ પાસેથી ગૂગલ સ્પ્રેડ શીટ, વર્ક પ્લેસ અને વર્ક ચેટ તેમજ ક્યુ .આર. કોડ ના માધ્યમથી દરેક શાળાઓ ડિજિટલ કામગીરી કરી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here