શહેરા તાલુકાના સુરેલી ગામે જરૂરતમંદ લોકોને શિક્ષક જશવંતસિંહ સાથે પી.આઇ એન. એમ. પ્રજાપતિએ કરિયાણાની કીટો વહેંચી

શહેરા,

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

શહેરા તાલુકાના સુરેલી ગામના પ્રાથમિક શિક્ષકે ગામમાં શ્રમિક પરીવાર ને ૨૦૦ થી વધુ કરિયાણાની કીટો નું વિતરણ કરેલ હતુ.આ માનવસેવા માં શિક્ષક જશવંતસિંહ સાથે તેમનો પરિવાર અને પોલીસ મથકના પી.આઇ એન. એમ. પ્રજાપતિ પણ જોડાયા હતા.

વીઓ – પંચમહાલ ના શહેરા તાલુકાના સુરેલી ગામના જશંતસિંહ પટેલ વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વકતાપુરા ગામમાં આવેલ પ્રાથમિક શાળા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે. લોકડાઉન ની આવી પરિસ્થિતિ વચ્ચે નાના-મોટા તમામ ધંધા-રોજગાર બંધ થઈ ગયા હોવાથી છૂટક કમાઈને અને રોજ કમાઇને ખાનાર પરિવારજનો હાલ આર્થિક મુશ્કેલીમાં દિવસો પસાર કરી રહ્યા છે. ત્યારે શિક્ષક જશવંતસિંહ પટેલ પોતાનો પગાર થયો હતો એ પગાર શ્રમિકો પાછળ ખર્ચ કરવાનું વિચાર્યું હતું જેથી તેઓ દ્વારા ચોખા ઘઉં મરચું હળદર સહિત જીવન જરૂરિયાત વસ્તુઓ બજારમાંથી લાવીને તેમના પરિવારજનો દ્વારા ત્રણ દિવસ ચાલે તેટલુ 200થી વધુ કરીયાણાની કીટ બનાવવામાં આવી હતી. શિક્ષક જશવંતસિંહ રાવજીભાઈ પટેલ ,પોલીસ મથકના પી.આઈ એન. એમ. પ્રજાપતિ અને તેમના પરિવારજનો એ ગામ ના અલગ અલગ વિસ્તારમાં જઈને ૨૦૦ થી વધુ શ્રમિક પરિવારજનોને કરીયાણાની કીટ વિતરણ કરવામાં આવી હતી શિક્ષક જશવંતસિંહ અને તેમના પરિવારે કરેલ સેવાભાવી કાર્યને સ્થાનિક ગ્રામજનોએ બિરદાવેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here