શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ
સ્વખર્ચે માસ્ક બનાવી વિનામુલ્યે વિતરણ કરતી વખતે નવ યુવાન હિંમતસિંહ બારીયા અને તલાટી અમીબેન પંચાલે લોકોને સામાજિક અંતર જાળવવા તેમજ ફરજીયાત માસ્ક પહેરવા અનુરોધ કર્યો
શહેરાના તાલુકાના સુરેલી ગામમા દુજેરી ફળિયામાં રહેતા અને દરજીનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવતા એક નવ યુવાને 1000 જેટલા માસ્ક બનાવી આત્મનિર્ભરતાનો જીવંત ઉદાહરણ રજુ કર્યો હતો. એટલું જ નહિ એ નવ યુવાને પોતાની મહા મહેનતે બનેવેલ માસ્ક ગ્રામ પંચાયતના તલાટીને સાથે રાખી પોતાના ગામના લોકોને વિનામુલ્યે વિતરણ કર્યા હતા. તેમજ ગ્રામજનોને માસ્ક આપીતી વખતે તલાટી દ્વારા સામજિક અંતર રખાવ તેમજ માસ્ક પહેરીનેને બહાર નીકળવા માટે અપીલ પણ કરવામાં આવી હતી.
આજે કોરોના વાયરસના કહેરને લઇ સમગ્ર માનવ જીવન દુવિધામાં મુકાયું છે, દિનપ્રતિદિન કોરોના સંક્રમીતોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે સામજિક અંતર જળવાઈ રહે તે હેતુએ સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને હાલ લોકડાઉનનો ચોથો ચરણ ચાલી રહ્યો છે અને લોકડાઉનના આ ચોથા તબક્કામાં સરકારે ચુસ્ત શરતોને આધીન થોડી છૂટછાટ પણ આપી છે, જેમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું ફરજીયાત જાહેર કરાયું છે તેમજ જો કોઈ વ્યક્તિ માસ્ક પહેર્યા વગરનો જણાય તો એના ઉપર 200 રૂ. દંડની જોગવાઈ પણ કરી છે. ત્યારે શહેરામા હાલની પરિસ્થિતિ વચ્ચે માસ્ક પહેરીને બહાર નીકળવું અનિવાર્ય થઇ ગયું છે. જેથી શહેરા તાલુકાના સુરેલી ગામમાં દૂજેરી ફળિયામાં રહેતા હિંમતસિંહ બારીયા જે દરજી નો ધંધો કરે છે. તેઓએ બજારમા રૂપિયા 20 થી 30 મા વેચાતા માસ્ક ગ્રામજનોને મફતમા આપવાનું નક્કી કરીને જાત મહેનત કરી માસ્ક બનાવવાની શરૂઆત કરી હતી અને તેઓની મહેનત મુજબના માસ્ક તૈયાર થઇ જતા તેઓએ ગ્રામ પંચાયતના તલાટી હિંમતસિંહ બારીયા સાથે રાખીને ગામના વિસ્તારમાં એક હજારથી વધુ માસ્ક વિનામુલ્યે ગ્રામજનોમાં વિતરણ કાર્ય હતા. સાથે તેઓ અને તલાટી અમીબેન દ્વારા માસ્ક ફરજિયાત પહેરીને બહાર નિકળવુ તેમજ સોશિયલ ડિસ્ટન્સનુ પાલન કરવા સાથે ઘરમાં રહો સુરક્ષિત રહો તેવી અપીલ કરવામાં આવી હતી.