શહેરા તાલુકાના વાડીગામના સરપંચ અને અગ્રણીઓ છેલ્લા સાત દિવસથી કરી રહ્યા છે અન્નદાન….

શહેરા,

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

શહેરા તાલુકાના વાડીગામ ના સરપંચ અને અગ્રણીઓ દ્વારા હાલની પરિસ્થિતિમાં ગામના વિવિધ વિસ્તારમાં જઇને શ્રમીકોને ભોજન કરાવી રહ્યા છે. પાછલા સાત દિવસથી આજ રીતે શ્રમિકો ને ફૂડ પેકેટ અને ભોજન કરાવતા માનવતા મહેકી ઊઠી હતી.

સમગ્ર ગુજરાતમાં લોકડાઉન
થતા શહેરા તાલુકાના વાડી ગામ ના લોકો કામ અર્થે બહાર ગયા હતા તેઓ માદરે વતન પરત આવી ગયા હતા. ગામના સરપંચ ઉર્મિલાબેન રાજેન્દ્રસિંહ સોલંકી, ગામના અગ્રણી રાજુભાઈ સોલંકી તેમજ સરજુભાઈ પટેલ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાછલા સાત દિવસથી ગામના અલગ-અલગ વિસ્તારમાં જઇને રોજના કમાઈને ખાનારા પરિવારજનોને ભોજન પીરસી રહયા છે. સાથે કોઈ દિવસ કઢી ખીચડી, દાળ ભાત, બટાકા પૌવા અને પુરી શાક શ્રમીકોને ખવડાવીને માનવસેવા કરી રહ્યા છે. ગામના સરપંચ ઉર્મિલાબેન અને રાજુભાઈ તેમજ સરજુભાઈ દ્વારા આવી કપરી પરિસ્થિતિમાં રોજ 500 થી વધુ લોકોને ગરમ જમવાનું આપીને પોતાના પરિવારજનો હોય તેમ સેવા કરી રહયા છે. ત્યારે માનવ સેવા એજ પ્રભુ સેવા તેવા વિચાર સાથે ચાલનાર સેવાભાવી લોકોની સેવા ને ગ્રામજનોએ આશીર્વાદ આપીને બિરદાવી હતી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here